Not Set/ પાટણના બજારમાં આ વખતે માટીનાં કોડીયાના વેચાણમાં વધારો

પાટણ, દીપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે પાટણની બજારમાં હાલમાં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડીયા બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે.તો બીજી તરફ લોકો પણ કોડીયાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના કોડાયા એટલે કે દીવડાઓની ખરીદીમાં વધારો જોવા મળી […]

Gujarat Others Videos

પાટણ,

દીપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે પાટણની બજારમાં હાલમાં માટીનાં કોડીયા બનાવનાર કારીગરો કોડીયા બનાવવામાં જોતરાઈ જવા પામ્યા છે.તો બીજી તરફ લોકો પણ કોડીયાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના કોડાયા એટલે કે દીવડાઓની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે અને લોકો ઘર સજાવટ માટે શહેરની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓના બદલે લોકો મોટી સંખ્યામાં માટીના કોડાયાની ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે તો વધુમાં લોકોને સ્વદેશી માં પણ આધુનિક વેરાયટી મળી રહે તે માટે આ વર્ષે હસ્ત કારીગરો એ વિવિધ ડિઝાઇન વાળા કોડીયા તૈયાર કર્યા છે જેને લઇ દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે હસ્ત કારીગરો દ્વારા બનાવેલ માટીના કોડીયાનું વેચાણ વધુ થતું હોઈ તેમની આવકમાં પણ વધારો થતા કારીગરો અને વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે..