અમદાવાદ,
વર્ષ ૨૦૧૫માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં સગીરાની જોડે દુષ્કર્મ આંચારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી ચાંદ ઉર્ફે રાજુ અન્સારીની પોલીસે ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ફરિયાદ પક્ષ તરફથી કરાયેલા આક્ષેપોના આધારે આ કેસની સુનાવણી સેશન્સ જજ આરકે ચૂડાવાળાની કોર્ટમાં ચાલી હતી. જેમાં આરોપીનો ગુનો સાબિત થાય તેવા દસ્તાવેજી પુરાવા અને ઘટના અંગેની માહિતીઓ સાક્ષીઓની જુબાનીના આધારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
કોર્ટે તમામ પુરાવા અને સરકારી વકીલ ગૌતમ દવેની દલીલોના આધારે આરોપીને કેસમાં દોષિત માનીને સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
