Gujarat News/ અમરેલી, છોટાઉદેપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

વરસાદ (Rain)ના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા છે.

Top Stories Gujarat Others
અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula)પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નાની ખેરાળી, ખારી, બાબરીયાધાર અને મેરીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

Gujarat News : અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા (Rajula)પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. નાની ખેરાળી, ખારી, બાબરીયાધાર અને મેરીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ (Rain) વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.

વરસાદના કારણે અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદ (Rain)થી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પણ મેઘમહેર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થતાં ખેડૂતો તેમજ સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદે લોકોને મોટી રાહત આપી છે. વરસાદ ના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકો વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા છે.

હવામાનમાં આવેલા આ બદલાવથી કૃષિ ક્ષેત્રને પણ ફાયદો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો : સુરતમાં પ્રથમ વરસાદમાં જ રોડ બેસ્યો: પાલ વિસ્તારમાં BRTS બસ જમીનમાં ખૂંપી, પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ

આ પણ વાંચો : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ક્યાંક પાણી ભરાવાની સમસ્યા, તો ક્યાંક સામાન્ય વરસાદે જ ખોલી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ

આ પણ વાંચો : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં વરસાદી માહોલની શક્યતા