Not Set/ રાજકોટમાં તંત્ર થઈ ગયું છે ‘સ્ટેચ્યુ’ છત્રાસા અને કલાણાને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં

રાજકોટ, રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હાલ શહેરના માર્ગોનું સમારકામ અવારનવાર કરવામાં આવતું હોય છે પણ ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો માર્ગ એટલે કે મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવાં મળ્યો. જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાના સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર છત્રાસા ગામનો અને […]

Top Stories Gujarat Rajkot Videos

રાજકોટ,

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હાલ શહેરના માર્ગોનું સમારકામ અવારનવાર કરવામાં આવતું હોય છે પણ ધોરાજી તાલુકાના છત્રાસા ગામનો માર્ગ એટલે કે મુખ્ય રસ્તો હાલ બિસ્માર હાલતમાં જોવાં મળ્યો.

જ્યારે આ ગામની મુલાકાત લીધી ત્યારે ત્યાના સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર છત્રાસા ગામનો અને કલાણા ગામને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ઘણા વર્ષોથી છે તંત્ર અને જવાબદાર લોકોને અનેક વખત રજુઆત કરવાં છતાં તંત્ર આ બિસ્માર હાલત ના માર્ગ પર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.

ગ્રામજનએ જણાવ્યું કે છત્રાસા ગામ અને કલાણા ગામને જોડતો આ મુખ્ય માર્ગનું પણ જલદી થી જલદી સમારકામ કરવાં આવે નહીંતર ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.