Surat News/ સુરતમાં બુડિયાગામ ખાડી કિનારેથી કંકાલ મળી આવતાં પોલીસ તપાસ શરૂ

સુરત શહેરમાં દિનપ્રતિ દિન ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહે છે.

Gujarat Surat

Surat News: સુરત (Surat)માં બુડિયાગામ ખાડી કિનારેથી કંકાલ (Skeleton), કપડા અને ઘરેણાં મળી આવતા હત્યા કે અકસ્માત અંગે શંકા-કુશંકા ઊભી થઈ છે. સુરત GIDC પોલીસે 8 ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી છે.

સુરત જીલ્લાનાં બુડિયાગામમાં ખાડી નજીકથી મહિલાનો કંકાલ (Skeleton) મળી આવ્યો હતો. સચિન પોલીસે 8 ટીમો બનાવી મોતનું રહસ્ય ઉકેલવા તપાસ હાથ ધરી હતી. બુડિયાગામ નજીકથી મહિલાનાં કપડાં સાથે હાડકાં મળી આવ્યામ હતા. સાથે બંગડી, ઝાંઝર સહિતની વસ્તુઓ મળી આવતાં હત્યા છે કે અકસ્માત થયો છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આસપાસના વિસ્તારોમાં સચિન પોલીસે તપાસ શરૂ કરી દેવાઈ છે. સચિન GIDC પોલીસે 8 ટીમો બનાવી છે. 3 અઠવાડિયા પહેલાં મહિલાનું મોત થયાનો ખુલાસો થયો છે. નવી સિવિલ હોસ્પિટલના પ્રાથમિક PM રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે યુવતી મધ્યમ વર્ગની હોવાનું અનુમાન કર્યું છે.  ખોપરી, દાંત સહિતનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું હતું.

સુરત (Surat) શહેરમાં દિનપ્રતિ દિન ક્રાઈમની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આવામાં શહેરના સચીન વિસ્તારમાં એક પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ (Skeleton) મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન કોમ્યુનિટી હોલ નજીક આવેલાં જલારામ નગરમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીનું સાફ સફાઈ કરવા જતાં બિનઉપયોગી પાણીની ટાંકીમાંથી માનવ કંકાલ મળી આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શહેરના સચિનમાં આવેલ એક બિન વપરાશી ટાંકીમાંથી સાફ સફાઈ દરમિયાન માનવ કંકાલ (Skeleton) અને અસ્થિઓ મળી આવી હતી. આ ટાંકીમાં વરીયાવ જૂથનું પાણી લાવવાની તૈયારીઓ વચ્ચે ટાંકીને સાફ કરવા ઉતરનારા સફાઇ કર્મીને પાણીની સામાન્ય સપાટીમાં માનવ દેહનો કંકાલ દેખાઈ આવતાં તેણે તેની સાથે આવેલાં મહાપાલિકાના કર્મચારી જીતેન પટેલને જાણ કરી હતી. જીતેન પટેલે સચિન પોલીસને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર

આ પણ વાંચો:સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું, રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ

આ પણ વાંચો:સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?