તિરુવંતપુરમ,
તિરુવંતપુરમ ખાતે રમાયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પાંચ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. આ સાથે જ ભારતે ભારતે પાંચ મેચની શ્રેણી ૩-૧થી જીતી લીધી છે.
જો કે મેચ પહેલાનો ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ ઈમોશનલ થઇ જશો.
https://twitter.com/ankuleo/status/1057904850862694400
હકીકતમાં, ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની અંતિમ મેચ પહેલા ભારતીય ટીમ જયારે હોટલમાંથી સ્ટેડિયમમાં મેચ રમવા માટે જઈ રહી હતી. આ દરમિયાન ધોનીને મળવા માટે ધ લીલા હોટેલમાં એક છોકરો બેઠો હતો.
આ સમયે જયારે ટીમ ઇન્ડિયા બસમાં ચઢવા માટે પહોંચી ત્યારે આ છોકરાને જોઈ ધોની સુરક્ષાનો ઘેરો તોડી સ્પેશિયલ છોકરાને મળવા પહોચ્યા હતા. ત્યારબાદ આ છોકરાએ ધોનીનો હાથ પકડ્યો અને ચૂમ્યો હતો તેમજ ધોની સાથે તસ્વીર પણ પડાવી હતી.
