Not Set/ પત્ની સાથે મૈત્રી કરારથી રહેતા યુવક પર પતિ સહિત પાંચ શખસોએ કર્યો હુમલો

રાજકોટ: પોતાની પત્નીની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવક પર પતિ સહિત પાંચ શખસોએ લાકડી અને ધોકા વડે હુમલો કર્યાનો બનાવ રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે. આ મામલે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલા મણીનગર-2માં રહેતા નવઘણ કાથડ ભૂંડિયા (ઉ.વ.28) નામના યુવક ઉપર ગુરૂવારે […]

Top Stories Gujarat Rajkot
a man in live in relation with a woman has been attacked by five people including her Husband

રાજકોટ: પોતાની પત્નીની સાથે મૈત્રી કરાર કરીને રહેતા યુવક પર પતિ સહિત પાંચ શખસોએ લાકડી અને ધોકા વડે હુમલો કર્યાનો બનાવ રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે. આ મામલે પોલીસ દફતરે ફરિયાદ નોંધાવાઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર આવેલા મણીનગર-2માં રહેતા નવઘણ કાથડ ભૂંડિયા (ઉ.વ.28) નામના યુવક ઉપર ગુરૂવારે રાત્રીના રમેશ મોતી ધ્રાંગીયા રહે.ગાંધીગ્રામ નામના શખસે રૈયારોડ પર કનૈયાચોક પાસે બોલાવ્યો હતો. અહી રમેશ મોતીની સાથે અગાઉથી જ હાજર રહેલા અન્ય ચાર શખસોએ નવઘણને ધોકા, લાકડી વડે ઢોરમાર માર્યો હતો.

આ અંગે નવઘણ ભુંડીયાએ રમેશ ધ્રાંગીયા તથા ચાર અજાણ્યા શખસો સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાેંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ રમેશ ધ્રાંગીયાની પત્નીને સાતેક મહિના પહેલા નવઘણ ભૂંડિયા મૈત્રી કરાર કરીને પોતાની સાથે લઈ ગયો હતો. આ બાબતનો રાગદ્વેષ રાખીને રમેશે પોતાના સાથીઆે સાથે મળી નવઘણ પર હુમલો કર્યો હતો.

આ મામલે ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ તપાસનીસ અધિકારી પીએસઆઈ આર.એસ.પટેલેને સોંપી છે. જે અંગે પીએસઆઈ પટેલે હુમલાખોર રમેશ સહિતના શખસોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.