Not Set/ કાશીવાસીઓને PM નરેન્દ્ર મોદી તરફથી મળવા જઈ રહી છે આઝાદી બાદની સૌથી મોટી આ ગીફ્ટ

વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. ૧૨ નવેમ્બરથી પ્રથમવાર કોઈ માલવાહક જહાજ ગંગા નદીના રસ્તે વારાણસી પહોચશે. જો કે આ અવસર એટલા માટે ખાસ છે, કારણ કે ૧૯૪૭માં મળેલી આઝાદી બાદ પહેલીવાર માલવાહક જહાજ આંતરદેર્શીય જળમાર્ગ દ્વારા માલની હેરફેર કરતા વારાણસી પહોચશે અને આ સાથે […]

Top Stories India Trending

વારાણસી,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદીય ક્ષેત્ર વારાણસીના લોકોને એક ખાસ ભેટ આપવા જઈ રહ્યા છે. ૧૨ નવેમ્બરથી પ્રથમવાર કોઈ માલવાહક જહાજ ગંગા નદીના રસ્તે વારાણસી પહોચશે.

જો કે આ અવસર એટલા માટે ખાસ છે, કારણ કે ૧૯૪૭માં મળેલી આઝાદી બાદ પહેલીવાર માલવાહક જહાજ આંતરદેર્શીય જળમાર્ગ દ્વારા માલની હેરફેર કરતા વારાણસી પહોચશે અને આ સાથે જ પીએમ મોદી કાશીમાં બનેલા બહુપક્ષીય ટર્મિનલને રાષ્ટ્રને સમર્પિત કરશે.

national-pm-modi-dedicate-multipurpose-terminal-receive-first-inland-vessel-travelled-inland-waterway

હકીકતમાં, ૧૨ નવેમ્બરથી પ્રથમવાર રાષ્ટ્રીય જળમાર્ગ-૧ એટલે કે વારાણસી-હલ્દિયા જળમાર્ગથી કલકત્તાથી ચાલેલું જહાજ રવીન્દ્રનાથ ટાગોર ખાદ્ય પદાર્થ તેમજ સ્નેક્સ સાથે ભરેલા ૧૬ કન્ટેનર સાથે વારાણસી પહોચશે.

મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, “ભારતમાં આ સપ્તાહની સૌથી મોટી ખબર હોવી જોઈએ. આઝાદી બાદ આ પહેલીવાર છે જયારે આંતરદેર્શીય જળમાર્ગ પર કોઈ જહાજ ચાલી રહ્યું છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “પીએમ મોદી કોઈ આંતરદેર્શીય જળમાર્ગ પાર સફર કરનારા પ્રથમ જહાજને રાષ્ટ્રીય જળમાર્ગ-૧ વારાણસીના ગંગા ઘાટ પાર બનેલા બહુપક્ષીય ટર્મિનલને ૧૨ નવેમ્બરના રોજ રિસીવ કરશે અને આ ટર્મિનલ રાષ્ટ્રને સમર્પિત કરશે.