આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે.દુનિયાભરમાં પણ આ તહેવાર ઉજવવમાં આવે છે. નેપાળમાં લોકો થોડીક અલગ રીતે દિવાળી મનાવે છે.

નેપાળ અને ભારતના ઘણા ભાગમાં દિવાળીને તિહાર કહે છે. આ તહેવારમાં ખાસ રીતે કૂતરાની પૂજા કરવામાં આવે છે. આ તહેવારને મનુષ્ય અને કૂતરા વચ્ચેના સંબંધને લઈને મનાવવામાં આવે છે.
People in Nepal celebrate 'Kukkur Tihar' as a part of their 5-day long #Diwali celebrations. Visuals from Kathmandu. pic.twitter.com/V944usyVg6
— ANI (@ANI) November 6, 2018
માત્ર કૂતરા જ નહી પરંતુ ઘણા લોકો કાગડા અને ગાયની પણ પૂજા કરે છે. તિહારના બીજા દિવસે કુકુર તિહાર મનાવવામાં આવે છે.

નેપાળમાં આ તહેવાર પાંચ દિવસ સુધી મનાવવામાં આવે છે. કુકુર તીહારના દિવસે કૂતરાની પૂજા કરવામાં આવે છે એટલું જ નહી પરંતુ તેનું મનગમતું ભોજન પણ ધરવામાં આવે છે. કૂતરો પ્રત્યે પ્રેમ દર્શાવતા આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસે થાય છે.

નેપાળના લોકોની માન્યતા છે કે કૂતરાઓની પૂજા કરવાથી ભૈરવ તેમણે દુઃખથી બચાવે છે. હિંદુ પરંપરામાં કહેવામાં આવ્યું છે કે કૂતરા યમના દૂત છે. તેઓ મૃતકોના ન્યાયાધીશ છે.
મહાભારતમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
