Not Set/ NCPના પૂર્વ શહેર પ્રમુખ સામે ઠગાઈની થઈ ફરિયાદ

સુરત, સુરતના અડાજણ વિસ્તારમાં રાજકીય પક્ષ એનસીપીના પૂર્વ શહેર પ્રમુખ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એનસીપીના પૂર્વ પ્રમુખ રવિશંકર પાલિવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને થોડા માસ અગાઉ કૈલાસ માનસરોવર ની યાત્રા નું આયોજન કર્યું હતું. પરંતુ કોઈક કારણોસર યાત્રા અધ વચ્ચે જ અટકાવી હતી. જેના લીધે મુસાફરોને તેમના પૈસા […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરતના અડાજણ વિસ્તારમાં રાજકીય પક્ષ એનસીપીના પૂર્વ શહેર પ્રમુખ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એનસીપીના પૂર્વ પ્રમુખ રવિશંકર પાલિવાલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

તેમને થોડા માસ અગાઉ કૈલાસ માનસરોવર ની યાત્રા નું આયોજન કર્યું હતું. પરંતુ કોઈક કારણોસર યાત્રા અધ વચ્ચે જ અટકાવી હતી. જેના લીધે મુસાફરોને તેમના પૈસા પરત આપવાના હતા.

પરંતુ પૈસા પરત નહીં મળતાં મુસાફરોએ કાયદેસર કાર્યવાહી કરી હતી. અડાજણ પોલીસ મથકમાં રૂ. 15 લાખની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે આરોપી રવિશંકર પાલીવાલની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.