ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં અટકી પડેલા સરકારી અને બિન સરકારી કર્યો એ વેગ પકડ્યું છે. સરકારી વિભાગમાં ખાસ કરીને કોરોના કાળમાં કેન્સલ કરવામાં આવેલી સરકારી પરિક્ષા અને ભરતીની પ્રક્રિયાઓ ફરી એકવાર શર થી રહી છે. આજ રોજ મળેલી કેબીનેટની બેઠક બાદ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરટ કરતાજણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ વિભાગમાં નવી ભરતી પ્રક્રિયા શરૂ કરાશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી કે, શિક્ષણ વિભાગમાં 6616 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જેમાં માધ્યમિક વિભાગમાં 2307 શિક્ષકોની ભરતી થશે. જયારે કોલેજમાં 927 અધ્યાપક સહાયકોની ભરતી થશે. તથા સ્કુલમાં અન્ય વર્ગો પણ ઈ જ શરુ કરવા અંગે તેમને જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત તારીખ ૧૧ જાન્યુઆરીથી રાજ્યમાં કોરોના ગાઈડલાઈન્સ અનુસાર ધોરણ ૧૦ અને 12 ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે.
અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા.ર૦ જાન્યુઆરી-ર૦ર૧ સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ બની રહેશે. આ સાથે રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ પ૭૦૦ શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે એમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ૩૩૮૨ અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ર૩૦૭ શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે ૩૩૮૨ શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે અંગ્રેજી વિષય માટે ૬ર૪, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે ૪૪૬, સોશિયોલોજી વિષય માટે ૩૩૪, ઇકોનોમિકસ વિષય માટે ર૭૬, ગુજરાતી વિષય માટે રપ૪ તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે.
તે જ પ્રમાણે બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ૧૦૩૭, અંગ્રેજી વિષય માટે ૪૪ર, સામાજિક વિજ્ઞાન વિષય માટે ર૮૯, ગુજરાતી વિષય માટે ર૩૪ તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ ૨૩૦૭ શિક્ષણ સહાયકોની ભરતી કરાશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજીએ મુખ્યમંત્રીશ્રીના દીર્ઘદૃષ્ટિપૂર્ણ આયોજનમાં સમગ્રતયા આ નવી ૬૬૧૬ જેટલી નવી જગ્યાઓ પર યુવા શિક્ષણ સહાયકો ઉપલબ્ધ થતાં શિક્ષણ ક્ષેત્રે કુશળ માનવબળ નવો વર્કફોર્સ રાજ્યના વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતરમાં યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
