- પેટલાદ ચૂંટણીના પરિણામો જાહેર
- શહેરના વોર્ડ નં.7માં પથ્થરમારો
- ગુલશન નગર સોસાયટીમાં પથ્થરમારો
- ગાડીઓ અને ટ્રકના કાચ તૂટ્યા
- પોલીસ કાફલો ખડકી દેવાયો
- પોલીસે ટોળા વિખેરી સ્થિતી કાબુમાં લીધી
રવિવારે યોજાયેલી જીલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં મળેલા પરિણામો મુજબ ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારબાદ હવે ભાજપનાં કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી શરુ કરી દેવામાં આવી છે, જેમાં મુખ્યમંત્રી રુપાણી પણ શામેલ થયા હતા. જો કે મોટાભાગની બેઠકોમાં ભગવો લહેરાયો છે પરંતુ આ વચ્ચે ઘણી જગ્યાએ મારા-મારીનાં બનાવો બન્યા છે.
ચૂંટણી પરિણામ: મતગણતરી બાદ જાણો ક્યા થયો ભારે હોબાળો?
આપને જણાવી દઇએ કે, મતગણતરી હાલમાં પણ ચાલુ છે, જે વચ્ચે પેટલાદથી પથ્થરમારો થયો હોવાનું સામે આવી રહ્યુ છે. પેટલાદ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા છે, જે વચ્ચે શહેરનાં વોર્ડ નંબર 7 માં પથ્થરમારો થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગુલશન નગર સોસાયટીમાં આ પથ્થરમારો થવાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આ પથ્થરમારામાં ઘણી ગાડીઓ અને ટ્રકનાં કાચ તૂટ્યા છે. જેને ધ્યાનમાં રાખી પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પોલીસે આ વચ્ચે ટોળાને વિખેરી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.
ચૂંટણી પરિણામ: હાર્દિક પટેલનાં હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન
આપને જણાવી દઈએ કે, ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલા રાજ્યના 6 મહાનગરો અને ત્યારબાદ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો રકાસ નીકળી ગયો છે, જયારે ભાજપનો એકતરફી વિજય થયો છે. કોંગ્રેસ માટે કડવી પણ સચ્ચાઇ છે, જે તેણે હવે સ્વીકારવી જ રહી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
