ચૂંટણી પરિણામ/ હાર્દિક પટેલનાં હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન

રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ હાલમાં સામે આવી રહ્યુ છે. ત્યારે મોટા ભાગની બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.

Gujarat Others
  • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો
  • વિરમગામ નગરપાલિકામાં હજીસુધી કોંગ્રેસનું ખાતું ના ખુલ્યું
  • અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત
  • કોંગ્રેસનો એકપણ ઉમેદવારના જીતી શક્યો
  • તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય
  • વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું હજીસુધી ખાતું ના ખુલ્યું
  • વિરમગામ પંથકમાં આવતી જિ.પં.3 બેઠકો પર ભાજપનો વિજય

રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ હાલમાં સામે આવી રહ્યુ છે. ત્યારે મોટા ભાગની બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે. જી હા, મનપામાં જે જીત ભાજપે મેળવી હતી, તેવી જ જીત તરફ હાલમાં તે અગ્રેસર દેખાઇ રહી છે.  આ વચ્ચે મોટા સમાચાર વિરમગામથી સામે આવી રહ્યા છે જ્યા કોંગ્રેસનો સફાયો થયો છે.

ચૂંટણી પરિણામ: જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારનો વિજય

આપને જણાવી દઇએ કે, હાર્દિક પટેલનાં હોમટાઉન કહેવાતા વિરમગામમાં કોંગ્રેસનો પૂરી રીતે સફાયો થઇ ગયો છે. જાણીને તમને નવાઇ લાગશે પણ નિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યુ નથી. અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત થઇ ચુકી છે. મળી રહેલી માહિતી અનુસાર, કોંગ્રેસનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી. વળી તાલુકા પંચાયતમાં 10 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જણાવી દઇએ કે, વિરમગામ પંથકમાં આવતતી જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો કેસરીયો લહેરાયો છે.

ચૂંટણી પરિણામ: પાલિકા-પંચાયતમાં ભાજપ અગ્રેસર, ન.પા.માં પણ ભાજપની બલ્લે બલ્લે

ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ગયો છે. આજે છે ફેંસલાનો દિવસ. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી થશે જે બાદ પરિણામ જાહેર થશે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે.  મતગણતરની શરૂઆત 8 કલાકે પોસ્ટલ બેલેટ સાથે થશે અને ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ