Not Set/ #INDvAUS : આજે રમાશે ત્રીજી ટી-૨૦ મેચ, ભારત શ્રેણી સરભર કરવા માટે ઉતરશે મેદાનમાં

સિડની, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ રવિવારે રમાશે. સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૧.૨૦ વાગ્યે આ મેચ શરુ થશે. પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો હતો, જયારે મેલબર્નમાં રમાયેલી બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી […]

Top Stories Trending Sports

સિડની,

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચ રવિવારે રમાશે. સિડનીના SCG ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૧.૨૦ વાગ્યે આ મેચ શરુ થશે.

પ્રથમ મેચમાં ભારતીય ટીમનો ચાર રને પરાજય થયો હતો, જયારે મેલબર્નમાં રમાયેલી બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે.

ભારતીય ટીમ ત્રીજી અંતિમ મેચ કરો-યા-મરો સમાન જોવા મળી રહી છે, ત્યારે આ મેચમાં વિજય પ્રાપ્ત કરી ભારત ત્રણ મેચની સિરીઝ સરભર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિસબેનમાં રમાયેલી પ્રથમ મેચમાં યજમાન ટીમે ભારતને ૧૭ ઓવરમાં ૧૭૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ભારતીય ટીમ માત્ર ૧૬૯ રન જ બનાવી શકી હતી અને ૪ રને હારનો સ્વાદ ચાખ્યો હતો. જયારે બીજી મેચમાં વરસાદ વિઘ્ન બન્યો હતો અને આ મેચ રદ્દ કરાઈ હતી.