Not Set/ અમદાવાદ : સ્પા મેનેજર યુવતી સાથે માલિકે આચર્યું દુષ્કર્મ, ગ્રાહકો સાથે સંબંધ બાંધવા કરતો હતો આગ્રહ

અમદાવાદમાં યુવતીને મેનેજર તરીકે નોકરી પર રાખીને લગ્નની લાલચ આપીને કેરળના યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. એટલું જ નહીં સ્પામાં આવતા વિવિધ ગ્રાહકો સાથે પણ સંબંધ બાંધવા માટે આગ્રહ કરતો હતો. આ અંગે યુવતીએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી. મળતી માહિતી પ્રમાણે આનંદુ જે.એસ. જે મૂળ […]

Ahmedabad Top Stories Gujarat

અમદાવાદમાં યુવતીને મેનેજર તરીકે નોકરી પર રાખીને લગ્નની લાલચ આપીને કેરળના યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી. એટલું જ નહીં સ્પામાં આવતા વિવિધ ગ્રાહકો સાથે પણ સંબંધ બાંધવા માટે આગ્રહ કરતો હતો. આ અંગે યુવતીએ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

mantavyanews.com

મળતી માહિતી પ્રમાણે આનંદુ જે.એસ. જે મૂળ કેરળનો વતની છે. જે 204 સત્યા ફ્લેટ ચંદન મેડિકલની બાજુમાં આબાંવાડી, અમદાવાદમાં રહે છે. તે પ્રિતમનગરમાં આવેલા કોઠાવાલા પાસે ગ્રંધ્યા સ્પા ધરાવે છે.

આરોપી આનંદુએ પોતાના સ્પા માટે ગાંધીનગરમાં રહેતી યુવતીને મેનેજર તરીકે નોકરી આપી હતી. પીડિતાની ફરિયાદ પ્રમાણે તેણે મેનેજર તરીકે નોકરી કરવાનું શરૂ કર્યા બાદ આનંદુ તેણીની સાથે મીઠીમીઠી વાતો કરીને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. પ્રેમ સંબંધ થયા બાદ આનંદુએ પોતાના માતા-પિતાને લગ્ન કરી લીધા હોવાની જાણ કરી પત્ની સાથે વતન આવવાની જાણ કરી હતી.