વૈજ્ઞાનિકોના અનુસાર ન્યુઝીલેન્ડમાં ૨ વર્ષ પહેલા આવેલા ભીષણ ભૂકંપને લીધે બે દ્વીપ નજીક આવી રહ્યા છે.બે દ્વીપ નજીક તો આવી જ રહ્યા છે સાથે સાથે તેમાંનું એક શહેર પણ ડૂબી રહ્યું છે.
ઉત્તર અને દક્ષીણ દ્વીપની વચ્ચેનું અંતર ખુબ મામુલી થઇ ગયું છે. આ અંતર ૩૫ સેમી જેટલું રહ્યું છે. તો બીજી તરફ દક્ષીણ દ્વીપ પર આવેલું શહેર નેલ્સનનો ૨૦ કિલોમીટર જેટલો ભાગ પાણીમાં ડૂબી ગયો છે.
તમને જણાવી દઈએ કે ૧૪ નવેમ્બર ૨૦૧૬ના રોજ ૭.૮ ની તીવ્રતાનો ભૂકંપ ન્યુઝીલેન્ડમાં આવ્યો હતો તે સમયથી આજ સુધી બંને દ્વીપ એકબીજાની નજીક આવી રહ્યા છે.
જીઓલોજીસ્ટના કહેવા પ્રમાણે ૨૦૧૬ નો ભૂકંપ વિશ્વનો સૌથી વધારે ગૂંચવણ ભરેલો ભૂકંપ હતો.
