Not Set/ #RajasthanElections2018 : ભાજપે જાહેર કર્યો પોતાનો ચૂંટણી ઢંઢેરો, કરી આ જાહેરાત

જયપુર, પાડોશી રાજ્ય રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ કરવામાં આવી રહેલો પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. આ પહેલા કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજેની હાજરીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરાયું છે. […]

Top Stories India Trending

જયપુર,

પાડોશી રાજ્ય રાજસ્થાનમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ કરવામાં આવી રહેલો પ્રચાર પ્રસાર અંતિમ ચરણમાં છે, ત્યારે વર્તમાન સત્તારૂઢ પાર્ટી ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરના રોજ મતદાન યોજવાનું છે. આ પહેલા કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી તેમજ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજેની હાજરીમાં પાર્ટીનું ઘોષણાપત્ર જાહેર કરાયું છે.

મુખ્યમંત્રી વસુંધરા રાજેએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં જે વિસ્તારોમાં પીવાનું પાણી ન હતું, ત્યાં અમે પાણી પહોચાડવાનું કામ કર્યું છે. તેઓની સરકાર દ્વારા ખેડૂતોનું ૫૦ હજાર કરોડ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, રાજસ્થાનની ભાજપ સરકારે રાજ્યને દેશના બીમાર રાજ્યોની શ્રેણીમાંથી બહાર કાઢી નાખ્યું છે”.

ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા ઘોષણાપત્રની વાત કરવામાં આવે તો, એમાં રાજ્યમાં વધુ એકવાર સત્તા પર બિરાજમાન થવા માટે ઘણી લુભામણી જાહેરાત કરવામાં આવી છે.

ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરાની મહત્વની વાત :

national-rajasthan elections 2018-bjp-manifesto-vasundhara-raje-arun-jaitley-offer

રાજ્યના શિક્ષિત બેરોજગારોને આપવામાં આવશે ૫૦૦૦ રૂપિયાનું બેરોજગારી ભથ્થું

દર વર્ષે ૩૦,૦૦૦ સરકારી નોકરીઓ આપવામાં આવશે.

૨૫૦ કરોડ રૂપિયાનું ખેડૂતો માટે ગ્રામીણ સ્ટાર્ટઅપ ફંડ

દરેક જિલ્લામાં બનશે યોગ ભવન

ખેડૂતો માટે લોન રાહત કમિશન શરુ કરાશે

૫૦ લાખ નવી નોકરીઓનું કરાશે સર્જન

ભગવાન પરશુરામ બોર્ડ બનાવવામાં આવશે.

ખેડૂતોની આવક બમણી કરવા માટેનો ટાર્ગેટ

ખેડૂતોની ખેતપેદાશોને mspથી ખરીદવામાં આવશે અને આ માટેની પ્રક્રિયા પારદર્શી બનાવાશે

ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પરિયોજનાથી વંચિત ગામોને જોડવાની યોજના

ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની ગેરંટી (નરેગા)ના તર્જ પર શહેરી રોજગાર ગેરંટી કાયદો બનાવશે

તમામ જિલ્લાને 4 લેન રાજસ્થાન માલા હાઇવે સાથે જોડાશે.

યુનિવર્સલ હેલ્થ ઈંસ્યોરન્સની દિશામાં ભામાશાહી યોજનાને વધારાશે