સારા ખાન તેના એક મ્યુઝીક વિડીયોને લઈને હાલ ઘણી ચર્ચામાં છે. સારા ખાને આ મ્યુઝીક વિડીયો તેના ઇન્સ્તાગ્રામના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો.

આ વિડીયોને લીધે સારાને ટ્રોલ થવું પડ્યું છે. વિડીયો જોયા બાદ સારાને લોકોએ બુરખો પરવા માટે કહ્યું હતું અને ઘણા લોકોએ તો અપશબ્દ પણ કહ્યા હતા.

એક ઇવેન્ટ દરમ્યાન જયારે સારાને આ વિડીયો બાબતે ટ્રોલ થઇ છે તે બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે ટ્રોલરને ઘણો બોલ્ડ અને બિન્દાસ જવાબ આપી દીધો હતો.

સારાએ કહ્યું કે મુસલમાનની કોમ્યુનીટીમાં એવું કહેવામાં આવે છે કે છોકરીઓએ પરદો રાખવો જોઈએ. બુરખો પહેરવો જોઈએ.

હું પુછુ છુ કે મુસલમાન એવું કેમ નથી કેહતા કે છોકરાઓએ પણ પરદો રાખવો જોઈએ. તેમની આંખ પર પરદો લગાવીને ઘરની બહાર નીકળવું જોઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે હું મુસલમાન છુ અને મને તેવા લોકોથી ફરિયાદ છે જે લોકો છોકરીઓને બુરખો પેર્વાની સલાહ આપે છે. શરમ કરો બુરખો પહેરવાનું કહેનારાઓ, તમે અમને એ નજરથી જ કેમ જોવો છો કે અમારે પરદો કે બુરખો ફેરવો પડે ?
તમને જણાવી દઈએ કે આ કોઈ પ્રથમ વખત નથી થયું કે સારાને ટ્રોલ કરવામાં આવી હોય. અવારનવાર સારા સોશ્યલ મીડિયામાં પોતાના કપડાને લીધે ટ્રોલ થતી રહે છે.
