મુંબઇ,
37 વર્ષીય અભિનેતા અને કોમેડિયન કપિલ શર્માએ એક સંક્ષિપ્ત નિવેદન આપીને તેમના લગ્નની તારીખની ઘોષણા કરીને લખ્યું કે ”તમારા આશીર્વાદની જરૂર છે ”.
અભિનેતા કપિલ શર્માએ લખ્યું હતું કે, “અમને ખૂબ જ ખુશી થાય છે કે 12 ડિસેમ્બર, 2018 ના રોજ માતા-પિતાના આશીર્વાદ સાથે, ગીન્ની ચતરથ અને હું પ્રેમ, સમ્માન પ્યાર સાથે એક નવા સફરની શરૂઆત કરીશું.
https://www.instagram.com/p/Bqrk-LMhi4N/?utm_source=ig_embed
તેમણે જણાવ્યું હતું કે, “અમે દરેક વ્યક્તિના આભારી છીએ જેમણે અમારા શાનદાર સફરના ભાગ રહ્યા છે અને અમારા બધા પ્રશંસકોની શુભકામનાઓ અને દુવાઓની કામના કરીએ છીએ.
આ કપલ છેલ્લા ઘણા સમયથી એકબીજાની સાથે છે અને ગયા વર્ષે માર્ચમાં, કપિલએ તેના ચાહકોને ગીન્ની સાથે મલાવ્યા હતા.
