Not Set/ છત્તીસગઢના પૂર્વ સીએમને લીલાવતી હોસ્પિટલમાં કરાયા એડમીટ, તબિયતમાં હવે સુધારો

મુંબઈ, છત્તીસગઢ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીને મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અજીત જોગીને શ્વાસને લઈને તકલીફ હતી. એમની આ ફરિયાદ બાદ મુંબઈ હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા હતા. લીલાવતી હોસ્પિટલમાં પૂર્વ સીએમને તપાસી રહેલાં ડોકટરે જણાવ્યું હતું કે તેઓને માઈલ્ડ ચેસ્ટ ઇન્ફેકશન છે. અત્યારે એમની તબિયત સુધારી રહી છે. ડોકટરે વધુમાં જણાવ્યું હતું […]

Top Stories India

મુંબઈ,

છત્તીસગઢ રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીને મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અજીત જોગીને શ્વાસને લઈને તકલીફ હતી. એમની આ ફરિયાદ બાદ મુંબઈ હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા હતા.

લીલાવતી હોસ્પિટલમાં પૂર્વ સીએમને તપાસી રહેલાં ડોકટરે જણાવ્યું હતું કે તેઓને માઈલ્ડ ચેસ્ટ ઇન્ફેકશન છે. અત્યારે એમની તબિયત સુધારી રહી છે. ડોકટરે વધુમાં જણાવ્યું હતું કે તેઓને આજે ડીસ્ચાર્જ કરી દેવામાં આવી શકે છે.

અજીત જોગી જનતા કોંગ્રેસ છત્તીસગઢનાં ફાઉન્ડર પણ છે. હાલમાં યોજાયેલી છત્તીસગઢ વિધાનસભાની ચુંટણીમાં તેઓ લડ્યા પણ હતા. આ ચુંટણીનું રીઝલ્ટ 11 ડિસેમ્બરે જાહેર થવાનું છે.