Not Set/ દિલ્હીના ACP પ્રેમ બલ્લ્ભે પોલીસ હેડ કવાર્ટરના ૧૦માં માળ પરથી કુદકો મારી જીવન ટુંકાવ્યું

નવી દિલ્લી દિલ્લી પોલીસના એસીપીએ પોલીસના હેડ કવાર્ટરના  ૧૦માં માળ પરથી કુદકો મારીને જીવન ટુંકાવ્યું છે.આ ઘટના ગુરુવારે સવારે બની છે. મૃતક એસીપીની ઓળખાણ પ્રેમ બલ્લભ નામે થઇ છે. Delhi: Prem Ballabh, 55 year old ACP rank official, who died after he allegedly jumped off from the Police Headquarters building. pic.twitter.com/ISX6JTkXEA — ANI (@ANI) November 29, 2018 […]

Top Stories India Trending

નવી દિલ્લી

દિલ્લી પોલીસના એસીપીએ પોલીસના હેડ કવાર્ટરના  ૧૦માં માળ પરથી કુદકો મારીને જીવન ટુંકાવ્યું છે.આ ઘટના ગુરુવારે સવારે બની છે. મૃતક એસીપીની ઓળખાણ પ્રેમ બલ્લભ નામે થઇ છે.

જો કે હજુ સુધી પોલીસને આ આત્મહત્યાનું કારણ જાણવા નથી મળ્યું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

હજુ થોડા દિવસ પહેલા જ દિલ્લીના સચિવાલયમાં દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી દીધી હતી.

૩૫ વર્ષીય હેડ કોન્સ્ટેબલ સોહન વીર સિંહ દિલ્હી સચિવાલયના ગેટ નંબર-૩ ની વીવીઆઈપી પાર્કિંગમાં તૈનાત હતા.

આત્મહત્યા પહેલા તેમણે એક સ્યુસાઈડ નોટ પણ લખી હતી. સોહન સિહના સાસરી પક્ષવાળાએ તેને ઢોર માર માર્યો હતો જેનો વિડીયો વાયરલ થઇ જવાથી તે ઘણા ચિંતામાં રહેતા હતા જેને લઈને તેણે આત્મહત્યાનું પગલું ભર્યું હતું.