Dharm & Bhakti: વર્ષ 2026માં વરાહ જયંતિ (Varaha Jayanti 2026) કયા દિવસે આવશે? આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે અને એની પૂજાવિધિમાં શું કરવું એ વિશે જાણીએ…
સનાતન હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુના કેટલાય અવતારોનું વર્ણન પ્રાપ્ત થાય છે. એમાં વરાહ અવતાર અત્યંત ખાસ માનવામાં આવે છે. દર વર્ષે ભાદ્રપદ શુક્લ પક્ષની ત્રીજ તિથિની વરાહ જયંતિ મનાવવામાં આવે છે. તો આવો જાણીએ…વર્ષ 2026માં વરાહ જયંતિ (Varaha Jayanti 2026) કયા દિવસે આવશે? આ દિવસે પૂજાનું શુભ મુહૂર્ત શું રહેશે અને એની પૂજાવિધિમાં શું કરવું એ વિશે જાણીએ…
વર્ષ 2026 માં કર્મોથી પ્રભુ શ્રી હરિ વિષ્ણુના આશિષ મેળવો
આ વર્ષ અંગે દરેક વ્યક્તિ આશાવાદ ધરાવે અને સુખ-સમૃદ્ધિની કામના કરે એ સ્વાભાવિક છે! હવે અહિં પ્રશ્ન એ છે કે, આ ચાલુ વર્ષમાં કેવા દિવસો જોવા મળી રહ્યાં છે, સારા કે ખરાબ? મનના કોઇક ખૂણામાં આશા અને હૃદયમાં ક્યાંક એક અજાણ્યા ભયનો પણ અહેસાસ દરેક વ્યક્તિ અનુભવી રહ્યો હશે! તો ચાલો જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર જાણીએ કે, વર્ષ 2026માં વરાહ અવતારની પૂજા કરવાથી શુભ રહેશે. આ સમગ્ર વર્ષ દરમિયાન, અહિં દર્શાવ્યા મુજબ પૂજા કરવાથી શ્રી હરિ વિષ્ણુ (Lord Vishnu)ના આશીર્વાદ પ્રાપ્ત થશે!
વૈદિક જ્યોતિષ અનુસાર, વર્ષ 2026 નવીન ઊર્જા (Energy)થી સભર છે અને આ વર્ષ વ્યક્તિગતથી માંડીને વૈશ્વિક સ્તર સુધી મોટા પરિવર્તનોનું સાક્ષી બની રહ્યું છે! દેવગુરુ બૃહસ્પતિ અને સૂર્ય (Guru Grah & Surya Grah)ની વિશેષ ઊર્જા આ વર્ષે વિદ્યમાન રહેશે. આ ઉપરાંત, શનિ મહારાજ (Shani Grah) મીન રાશિમાં સ્થિત રહેશે, જેનાથી અનેક રાશિઓ (Rashi)ના જીવનમાં હલચલ મચી જવાની પૂર્ણ સંભાવના છે. અનુશાસન, જવાબદારી અને કર્મોની પરીક્ષા જોવા મળશે.
આ ઉપરાંત, રાહુ અને કેતુ જેમને અનુક્રમે કર્મ અને આધ્યાત્મ (Karma & Spirituality)ના ગ્રહ માનવામાં આવે છે તેઓ ભ્રમજાળમાંથી બહાર કાઢીને આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના ઉજાસ તરફ દોરી જશે! જ્યોતિષાચાર્યોના મતે, આ સમગ્ર વર્ષ આત્મચિંતન અને ઉચિત નિર્ણય લેવાના સંકેત આપનારું છે. આ સંજોગોમાં વિષ્ણુના વરાહ અવતારના શરણે જવાથી મનુષ્ય અને વિશ્વને આ ઉથલ-પાથલમાંથી રાહત મળી શકે એમ છે.
વરાહ અવતારની કથા સંક્ષિપ્તમાં (Varaha Avtar Katha)
પૌરાણિક માન્યતાનુસાર, હિરણ્યાક્ષ નામના અસુર (Hiranyaksh Asur) પોતાની શક્તિના બળે આ ત્રણેય લોકમાં આતંક મચાવી રહ્યો હતો…એણે દેવતાઓના સ્વર્ગ (Swarg) પર આધિપત્ય જમાવ્યું હતુ અને એમને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા. આથીયે આગળ વધીને એણે પૃથ્વી (Earth)ને સમુદ્રની અંદર છુપાવી દીધી હતી! આનાથી પૃથ્વીનું સંતુલન પણ બગડવા લાગ્યું હતુ.

ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને આહ્વાન કર્યુ અને એમણે હિરણ્યાક્ષનો અંત કરવા માટે વરાહ રુપ (Varaha Swaroop) ધારણ કર્યું હતુ. હિરણ્યાક્ષે બ્રહ્માજી (Lord Brahma) પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું હતુ કે એ જાણીતા સઘળા જીવો અને પશુઓ દ્વારા મૃત્યુ ન પામી શકે! પરંતુ વરાહનું નામ એમાં સામેલ ન હતુ આથી જ ભગવાન વિષ્ણુએ વિશાળ વરાહ રુપ ધારણ કરીને હિરણ્યાક્ષનો વધ કર્યો અને પૃથ્વીને સમુદ્રની બહાર કાઢીને એની રક્ષા કરી હતી. આથી આ વરાહ પ્રાગટ્ય દિવસે વરાહ જયંતિ મનાવવામાં આવે છે.
ક્યારે છે વરાહ જયંતિ (Varaha Jayanti 2026)
વરાહ જયંતિ પ્રતિ વર્ષ ભાદ્રપદ શુક્લ પક્ષની તૃતિયા તિથિ (Bhadarva Sud Teej)એ મનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, પંચાંગ દર્શાવે છે કે વર્ષ 2026માં આ પર્વ રવિવારે એટલે કે 13 સપ્ટેમ્બર (13 September 2026)ના રોજ મનાવવામાં આવશે. તૃતિયા તિથિનો પ્રારંભ 13 સપ્ટેમ્બરે સવારે 07::08 કલાકે થશે અને સમાપન 14 સપ્ટેમ્બરે સવારે 07:08 મિનિટે થશે.
પૂજાનું શુભ મુહૂર્ત (Puja Shubh Mahurat)
ભગવાન વિષ્ણુના દશ અવતાર પૈકીના એક અવતાર વરાહ અવતારના સ્વરુપની પૂજા મધ્યાન્હ સમયે કરવી વિશેષ શુભ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, 13 સપ્ટેમ્બરે પૂજાનો સમય બપોરે 1 30 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનું રહેશે. આ દરમિયાન, શ્રદ્ધાળુ ભગવાન વરાહના વિધિ-વિધાન પૂર્વક પૂજા કરી શકો છો.

વરાહ જયંતિની પૂજા વિધિ (Varaha Jayanti Puja Vidhi)
1. સૌપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને આચમન બાદ, વ્રતનો સંકલ્પ કરવો.
2. ત્યાર બાદ પૂજા સ્થળે જળથી ભરેલો કળશ રાખવો અને એના પર ભગવાન વરાહની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ મૂકી શકો છો.
3. પંચામૃત વડે ભગવાન વિષ્ણુના વરાહ અવતારનો અભિષેક કરવો.
4. અભિષેક બાદ, ભગવાનને પીળા વસ્ત્રો, પીળા ફૂલ, મિષ્ટાન્ન અને નૈવેદ્ય અર્પણ કરવા.

5. પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરુપનું ધ્યાન કરતા-કરતા આ મંત્રનો જાપ કરવો.
‘ॐ વારાહાય નમ:’
6. દીવો અને ધૂપ કરીને શ્રદ્ધા સહિત ભગવાન વિષ્ણુની આરતી કરવી.
7. અંતે ભગવાન વિષ્ણુને પરિવારની સુખ-સમૃધ્ધિની પ્રાર્થના કરવી.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: 2026 શરુ થતાં આગાઉ આ કાર્ય અવશ્ય કરો…સમગ્ર વર્ષ મળશે શ્રી હરિ વિષ્ણુના આશિષ..!
આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!
આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!
