Not Set/ ભરૂચ : ડ્રેનેજ લાઈનમાં ગેસ ગળતર થતા ચાર મજૂરોના મોત

ભરૂચમાં ગેસ ગળતર ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના જંબુસરના માસારોડ પર ગ્લોબલ વોરનેટ કંપની આવેલી છે. આ કંપનીમાં ચાર જેટલા મજૂરો ડ્રેનજ લાઇન સાફ કરવા માટે ઉતર્યા હતા. લાઇનમાં ઉતરતાં ઝેરી ગેસ નિકળવાથી આ ચારેય મજૂરોને ગૂંગળામણ થઇ હતી. ગૂંગળામણ થતાં આ મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેથી […]

Top Stories Gujarat Others

ભરૂચમાં ગેસ ગળતર ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચના જંબુસરના માસારોડ પર ગ્લોબલ વોરનેટ કંપની આવેલી છે.

આ કંપનીમાં ચાર જેટલા મજૂરો ડ્રેનજ લાઇન સાફ કરવા માટે ઉતર્યા હતા. લાઇનમાં ઉતરતાં ઝેરી ગેસ નિકળવાથી આ ચારેય મજૂરોને ગૂંગળામણ થઇ હતી. ગૂંગળામણ થતાં આ મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

mantavyanews.com

જેથી આ ચારેય મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્ય હતા. જ્યાં ફરજ પરના તબીબે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. મજૂરોના મોતને પગલે તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.

ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.