Botad News : બોટાદ સ્થિત બરવાળાના પોલારપુરના ઉપલરપંચનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. ઉપસરપંચે વિકાસના કામનું બિલ મંજુર કરાવવા માટે ટકાવારીની માંગણી કરી છે. વાસુદેવ ચુડાસમાં ગામના ઉપસરપંચ છે અને તેમના પત્ની સરપંચ છે. દિનેશ ચાવડા નામની વ્યક્તિએ પેવર બ્લોકનું કામ કર્યું હતું. આ 2.54 લાખના પેવર બ્લોકનું કામ મંજુર કરાવવા માટે ઉપસરપંચે રૂ.24,000 ની માંગણી કરી હતી.
આ નાણાની માંગમી કરતા ઉપસરપંચ વાસુદેવ ચુડાસમા કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેમાં ગામમાં થયેલ વિકાસના કામના બિલમાં ટકાવારી માંગતો ઉપસરપંચનો વિડ્યો વાઈરલ થયો હતો. જેમાં ઉપસરપંચે ટીડીઓ,એસો,અને પંચાયતના સભ્યોની 24 હજાર રૂપિયા જેટલી ટકાવારી માંગતા વિડયોમા કેદ થયા હતા.
ઉપસરપંચ દ્વારા કોને કેટલી ટકાવારીની રકમ દેવાની ચર્ચા ને કોન્ટ્રાક્ટરે કેમેરામાં સ્ટીંગ કર્યું હતું. ગઈકાલે બપોરના સમયે પોલાલપુર ગ્રામ પંચાયતની કચેરી ખાતે ઉપસરપંચ સાથે બેઠક થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં સાઇબર ગઠિયાઓનો નવો કીમિયોઃ ગે એપ્લિકેશનનો કરાતો ઉપયોગ
આ પણ વાંચો:પોકર અને રમી જુગાર નથી… ગેમિંગ એપ પર અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
