Not Set/ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ભાદરવી મેળાનો પ્રાંરભ

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં આજથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થયો છે.અને મેળો તા.૬ સપ્ટેમ્બરે પૂર્ણ થશે.મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.દર વર્ષે લાખો ભાવિક ભક્તો આવે છે મેળામાં ત્યારે આ વર્ષે ૩૦ લાખથી પણ વધુ ભાવિક ભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજીમાં ઉમટી પડશે તેવો […]

Gujarat

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં આજથી ભાદરવી પૂનમના સાત દિવસીય મહામેળાનો પ્રારંભ થયો છે.અને મેળો તા.૬ સપ્ટેમ્બરે પૂર્ણ થશે.મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મેળાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.દર વર્ષે લાખો ભાવિક ભક્તો આવે છે મેળામાં ત્યારે આ વર્ષે ૩૦ લાખથી પણ વધુ ભાવિક ભક્તો મા અંબાના દર્શનાર્થે અંબાજીમાં ઉમટી પડશે તેવો અંદાજ તંત્ર દ્વારા કરાયો છે.લાખો યાત્રીઓની સુખ-સુવિધા અને સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે.અંબાજી તરફના તમામ માર્ગો અત્યારે પદયાત્રીઓથી ભરચક થઇ ગયા છે. ઠેરઠેર સેવા માટેના કેમ્પો લાગ્યા છે.