Not Set/ અમદાવાદ: પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને વધુ બે મોટા ઝટકા

અમદાવાદ, પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સમસ્યાઓ દિવસને દિવસે વધી રહી છે. શુક્રવારે તેમને બે મોટા ઝટકા લાગ્યા હતા. પાલનપુર કોર્ટે ખોટા નારકોટિક્સ કેસમાં તેમની જામીન અરજી ના-મંજુર કરી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આ કેસમાં સંજીવ ભટ્ટ દ્વારા કેસને રદ કરવા માટે દાખલ કરાયેલી કવોશિંગ પિટિશન ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે. 22 વર્ષ […]

Top Stories Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સમસ્યાઓ દિવસને દિવસે વધી રહી છે. શુક્રવારે તેમને બે મોટા ઝટકા લાગ્યા હતા. પાલનપુર કોર્ટે ખોટા નારકોટિક્સ કેસમાં તેમની જામીન અરજી ના-મંજુર કરી છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ આ કેસમાં સંજીવ ભટ્ટ દ્વારા કેસને રદ કરવા માટે દાખલ કરાયેલી કવોશિંગ પિટિશન ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.

22 વર્ષ પહેલાં 1996માં રાજસ્થાનના વકીલ સુમર રાજપુરોહિતને 1.5 કિલો ઓપીયમ રાખવાના કેસમાં એ વખતના એસ.પી સંજીવ ભટ્ટે ખોટી રીતે ફસાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

જે મામલે તેમણે ગુજરાત હાઈકોર્ટેમાં આ કેસ રદ કરવા માટે કવોશિંગ પિટિશન કરી હતી, જોકે કોર્ટે અરજદાર માટે કોઈ હાજર ન થતા કવોશિંગ પિટિશનને ફગાવી દીધી હતી.

આ સુનાવણી જસ્ટિસ બેલા બેન ત્રિવેદીની કોર્ટમાં કરવામાં આવી હતી. પાલનપુર કોર્ટે પણ અફીલ રાખવાના ખોટા કેસમાં શુક્રવારે સંજીવ ભટ્ટના જામીન ના-મજુર કર્યા હતા. ગત જુન મહિનામાં હાઇકોર્ટના નિર્દેશ બાદ સી.આઈ.ડીએ સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.