Not Set/ લગ્નમાં દારૂની મહેફિલ, વરરાજા તેમજ પ્રદીપ જૈનના પુત્ર સહિત 23 નબીરા ઝડપાયા

અમદાવાદ: ગુજરાતભરમાં હાલ લગ્નની સિઝન જામી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં લગ્નમાં દારૂની પાર્ટી કે મહેફિલ કરવાનો એક નવા જ પ્રકારનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ આવી જ રીતે લગ્ન સમારંભમાં દારૂની મહેફિલ યોજવામાં આવી રહી હતી. આ દારૂની મહેફિલમાં પોલીસે રેડ પાડીને વરરાજા સહીત 23 વ્યક્તિઓની અટકાયત […]

Top Stories Gujarat Surat Others Trending
23 arrested in liquor Party, including Groom and son of Pradeep Jain

અમદાવાદ: ગુજરાતભરમાં હાલ લગ્નની સિઝન જામી રહી છે. રાજ્યમાં પ્રવર્તમાન સમયમાં લગ્નમાં દારૂની પાર્ટી કે મહેફિલ કરવાનો એક નવા જ પ્રકારનો નવો ટ્રેન્ડ શરૂ થયો હોવાનું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ આવી જ રીતે લગ્ન સમારંભમાં દારૂની મહેફિલ યોજવામાં આવી રહી હતી. આ દારૂની મહેફિલમાં પોલીસે રેડ પાડીને વરરાજા સહીત 23 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. આ 23 વ્યક્તિઓમાં ચાર મહિલાનો પણ સમાવેશ થાય છે. આ દરોડામાં જાણીતા બિલ્ડર પ્રદીપ જૈનનો પુત્ર જીમી જૈન પકડાયો છે.

આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની નૂતન સોસાયટીમાં એક પરિવારના લગ્ન સમારોહ દરમિયાન દારૂની પાર્ટી- મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન સમારોહમાં દારૂની પાર્ટી અંગે પોલીસને જાણ મળી હતી. આ માહિતી મળતાની સાથે નવસારી પોલીસના કાફલાએ ઉક્ત લગ્ન સમારોહના સ્થળ પર દરોડો પાડ્યો હતો.

પોલીસે પાડેલા આ દરોડામાં વરરાજા સહીત 23 નબીરાઓની અટકાયત કરવામાં આવી હતી. દારૂની મહેફિલ માણતા પકડાયેલા તમામને નવસારી સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા 23 વ્યક્તિઓમાં ચાર મહિલોઓનો પણ સમાવેશ થતો હતો.

અત્રે સૌથી વધુ મહત્વની બાબત એ છે કે, જેના લગ્ન થઈ રહ્યા હતા તે સમારોહનો હીરો એટલે ખુદ વરરાજો અર્પિત શાહ પણ આ દારૂની પાર્ટીમાં હાજર હતો.

જાણીતા બે બિલ્ડરના ત્રણ પુત્ર ઝડપાયા 

આ દારૂની મહેફિલ પર પાડવામાં આવેલા દરોડામાં વરરાજા ઉપરાંત સ્થાનિક નામાંકિત બિલ્ડર અને ભાજપના આગેવાન પ્રદીપ જૈનનો છોકરો જિમી જૈન પણ ઝડપાયો હતો.

આ ઉપરાંત આ મહેફિલમાંથી અન્ય જાણીતા બિલ્ડર હિમાંશુ ચોક્સીના બે દિકરાઓ પણ દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ઝડપાય ગયા હતા.