ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મીટિંગ યોજી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ ઘડી કાઢી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ગુજરાત બીજેપીના ચૂંટણી ઈન્ચાર્જ અરૂણ જેટલી અને કો-ઈન્ચાર્જ એનએસ તોમર, નિર્મલા સીતારમણ, જિતેન્દ્ર સિંહ એઅને પીપી ચૌધરી સાથે ‘સ્ટ્રેટજિ સેશન’ અંતર્ગત મીટિંગ યોજી હતી. મહત્વનું છે કે આ મીટિંગમાં ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા.
