પાટણ,
પાટણ જિલ્લાના સિધ્ધપુરમાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરની ગાડી પસાર થવાની છે તેવી બાતમીના આધારે પોલીસે બુટલેગરની ગાડીનો પીછો કરતાં કલ્યાણા નજીક પોલીસ અને બુટલેગરની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જેના કારણે રોડ પર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. પરંતુ પોલીસની નિષ્કાળજી ના કારણે કલ્યાણ ગામના બે નિર્દોષ બાઇકસવારના ઘટના સ્થળે મોત નિપજયા હતા.

જેના પગલે ગ્રામજનોમાં પોલીસ પ્રત્યે ભારોભાર રોષ ભભૂકી ઉઠયો હતો. જેથી ગ્રામજનોએ ટ્રાફિક જામ કરી રસ્તા બંધ કરાવી દીધા હતા. અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જી પોલીસ ની ગાડી ત્યાંથી રફુચકકર થઇ ગઇ હતી.
