Not Set/ ફેસ્ટીવ સીઝનમાં લોકોને કરવા છે દંગ, ચેક કરો આ સ્ટાઇલીશ સાડી અને ઇયરીંગ્સ

અમદાવાદ, લગ્નની અને ઠંડીની મસ્ત મોસમ ચાલી રહી છે અને આજકાલ લોકો શોપિંગ કરવામાં વ્યસ્ત છે. પરંતુ મહિલાઓ એ વાતને લઇને કન્ફ્યુઝ રહે છે કે લગ્નના દિવસે શું પહેરે? જો આઉટફિટનું સિલેક્શન થઇ જાય ત્યારબાદ તેની સાથે કયા પ્રકારની જ્વેલરી પહેરવી તે સવાલ પણ ઉભો રહે છે.આમ તો લગ્ન કે પાર્ટીમાં મોટાભાગે યંગ છોકરીઓ ટ્રેડીશનલ આઉટફિટ […]

Fashion & Beauty Lifestyle

અમદાવાદ,

લગ્નની અને ઠંડીની મસ્ત મોસમ ચાલી રહી છે અને આજકાલ લોકો શોપિંગ કરવામાં વ્યસ્ત છે. પરંતુ મહિલાઓ એ વાતને લઇને કન્ફ્યુઝ રહે છે કે લગ્નના દિવસે શું પહેરે? જો આઉટફિટનું સિલેક્શન થઇ જાય ત્યારબાદ તેની સાથે કયા પ્રકારની જ્વેલરી પહેરવી તે સવાલ પણ ઉભો રહે છે.આમ તો લગ્ન કે પાર્ટીમાં મોટાભાગે યંગ છોકરીઓ ટ્રેડીશનલ આઉટફિટ જ પહેરવાનું પસંદ કરતી હોય છે.

ટ્રેડીશનલની સાથે લૉન્ગ ઇયરિંગ્સ, ઝુમખા અને ચાંદ આકારની બાલી જેવી જ્વેલરી ખૂબ જ આકર્ષક લાગે છે.જેમ કે તમે દિપીકાને તેના લગ્નમાં જ લાંબા ભારે ખમ ઇયરિંગ્સ પહેરેલી જોઇ હશે.જો કે દિપીકાનું જોઇને તમને ભારેખમ ઇયરીંગ પહેરવા ના ગમે તો તમે તમે લાઇટ વેટ ઇયરિંગ્સ પણ પહેરી શકો છો. તેનાથી તમે ક્મ્ફર્ટેબલ પણ ફીલ કરશો અને સ્ટાઇલિશ લુક પણ આપી શકશો.

Related image

એમ તો અનુષ્કા શર્માએ દિલ્હીમાં પોતાના રિસેપ્શનમાં સબ્યાસાચીની ડિઝાઇન કરેલ રેડ કલરની સાડી પહેરી હતી. ભલે તેની સાડીનો કલર અલગ હતો પરંતુ તેમનો આખો લુક જોવામાં એક જેવો જ હતો. અનુષ્કાએ માથામાં લાલ સિંદુર, હેવી જ્વેલરીની સાથે લાલ બનારસી સાડીમાં દેખાઇ હતી.તમે આ સીઝનમાં આવી સાડી પણ ટ્રાય કરી શકો

Image result for anushka reception

ફેસ્ટીવ સીઝનમાં આ સાથે જ તમે મૉર્ડન ટ્રેડિશનલ લુકમાં નેટ ફેબ્રિકવાળી સાડી ઑફ શોલ્ડર બ્લાઉઝ વિથ શૉર્ટ કેપ પણ તમે ફેસ્ટિવ અથવા પાર્ટી જેવા પ્રસંગમાં પહેરી શકો છો. બનારસી ફેબ્રિક પણ એવરગ્રીન ફેશન છે. તો તમે શિફૉન બેઝના બનારસી પલ્લૂવાળી સાડી પણ પોતાના કલેક્શનમાં સામેલ કરી શકો છો.