મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવા માટે બીએસપી પ્રમુખ માયાવતીએ કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશમાં બીએસપીના બે ધારાસભ્ય જીત્યા છે. અને ત્યાં સરકાર બનાવવા માટે કોંગ્રેસને પણ બે જ ધારાસભ્યની જરૂર છે. વળી, અખિલેશ યાદવે પણ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
માયાવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસની વિચારધારા સાથે મેળ ના ખાવા છતાં ભાજપને રોકવા માટે કોંગ્રેસને સમર્થન આપી શકે છે. એમણે આગળ જણાવ્યું કે, જરૂર પડી તો રાજસ્થાનમાં પણ એમના ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી શકે છે.
માયાવતીએ આગળ જણાવ્યું કે, ભાજપને સત્તાની બહાર રાખવું એ અમારી પ્રાથમિકતા છે. એટલા માટે કોંગ્રેસ સાથે વિચારધારાનો મેળ ના ખાવા છતાં પણ અમે કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.
માયાવતી વધુમાં કહ્યું કે, છત્તીસગઢમાં અમારા સહયોગી અજિત જોગીના એક નિવેદનના કારણે અમારા બધા વોટ કોંગ્રેસને મળ્યા. જે અમારા ગઠબંધનના ખાતામાં આવી શકતા હતા.
