Not Set/ ચારણ સમાજનાં પૂજનીય માં મોગલ પર અભદ્ર ટીપ્પણી, રાજકોટમાં રેલી

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા દેવી માં મોગલ પર અભદ્ર શબ્દોચ્ચાર કરવાની બાબત જોરો-શોરોથી ઊછળી રહી છે. મોગલ ચારણ સમાજના દેવી હોવાના કારણે ચારણ સમાજમાં આ ઘટના પ્રત્યે ઉગ્રતાથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સમાજની માંગ છે કે આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવે. આ બાબતને લઈને સમગ્ર ગુજરાતમાં ચારણ […]

Top Stories Gujarat Rajkot

તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો દ્વારા દેવી માં મોગલ પર અભદ્ર શબ્દોચ્ચાર કરવાની બાબત જોરો-શોરોથી ઊછળી રહી છે.

મોગલ ચારણ સમાજના દેવી હોવાના કારણે ચારણ સમાજમાં આ ઘટના પ્રત્યે ઉગ્રતાથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

સમાજની માંગ છે કે આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવે. આ બાબતને લઈને સમગ્ર ગુજરાતમાં ચારણ સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ મુદ્દે આજ સવારે રાજકોટમાં બહુમાળી ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે અન્ય સમાજોની વાત કરવામાં આવે તો રજપૂત સમાજે ચારણને ટેકો આપ્યો હતો.

લોકોએ માંગ કરી હતી કે આ કૃત્ય કરનાર અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે.