પાંચ રાજ્યની વિધાનસભા ચુંટણીમાં ત્રણ રાજ્યમાં બીજેપીને મળેલી હાર બાદ આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ શરુ થઇ ગઈ છે. આ મીટીંગ પાર્લામેન્ટ લાઈબ્રેરી બિલ્ડીંગમાં ચાલી રહી છે.
આ પાર્ટી મીટીંગમાં બીજેપીનાં અગ્રણી નેતાઓ હાજર રહ્યાં છે. આ પાર્ટી મીટીંગમાં 2019 નાં જનરલ ઈલેકશન માટે એજન્ડા બનાવવામાં આવશે. બીજેપી પાર્લામેન્ટ મેમ્બર્સની આ બેઠક છે.
બીજેપી પાર્લામેન્ટરી પાર્ટી મીટીંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નિયમિતપણે યોજવામાં આવે છે. આગામી લોકસભા ચુંટણીનાં ચાર મહિના પહેલાં મળેલી હાર પર ચર્ચા વિચારણા કરવામાં આવશે કે આખરે ક્યાં ચૂક રહી ગઈ હતી.
Delhi: #Visuals of BJP Parliamentary party meeting from Parliament library building. PM Narendra Modi, BJP Chief Amit Shah, Union Ministers Sushma Swaraj, Prakash Javadekar, Kiren Rijiju,Ravi Shankar Prasad,senior BJP leader Lal Krishna Advani, among others present in the meeting pic.twitter.com/eDqn1SVyha
— ANI (@ANI) December 13, 2018
આ મીટીંગમાં રવી શંકર પ્રસાદ, અમિત શાહ, લાલ કૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ સહિત બીજા બીજેપી અગ્રણી નેતાઓ હાજર છે.
