નવી દિલ્હી,
રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલી જીત બાદ રાજ્યના આગામી મુખ્યમંત્રી કોણ હશે તે અંગે એક ધમાસાણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓમાંના એક અશોક ગેહલોત અને સચિન પાયલોટના નામ અંગે અનેક અટકળો સામે આવી રહી છે.
Congress leader Ashok Gehlot leaves from Congress President Rahul Gandhi's residence in Delhi. pic.twitter.com/2gzNDuFS4C
— ANI (@ANI) December 13, 2018
મુખ્યમંત્રી બનાવને લઇ અનેક અટકળો ચાલી રહી છે ત્યારે આ વચ્ચે રાજધાની દિલ્હીમાં બેઠકનો દોર જામ્યો છે. કોંગ્રેસન રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે અશોક ગેહલોત તેમજ સચિન પાયલોટ દ્વારા બેઠક કરવામાં આવી છે. ગુરુવાર સવારથી જ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.
Congress leader Sachin Pilot leaves from Congress President Rahul Gandhi's residence in Delhi pic.twitter.com/EQZH4WaLad
— ANI (@ANI) December 13, 2018
જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે ચાલેલી મિટિંગ બાદ હવે રાજસ્થાનના અગામી કેપ્ટન તરીકે અશોક ગેહલોતનું નામ ફાઈનલ કરવામાં આવી શકે છે.
#WATCH: Supporters of Congress leader Sachin Pilot raise slogans outside All India Congress Committee headquarters in Delhi demanding his selection as Rajasthan Chief Minister pic.twitter.com/KSZ6nnMPHc
— ANI (@ANI) December 13, 2018
બીજી બાજુ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા માટે તેઓના સમર્થકો દ્વારા પાર્ટીના હેડક્વાર્ટર ખાતે અવાજ બુલંદ બનાવાઈ રહ્યો છે.
Supporters of Congress leader Sachin Pilot have gathered outside All India Congress Committee headquarters in Delhi and are raising slogans demanding selection of Pilot as Rajasthan Chief Minister pic.twitter.com/xr2vJ1OXez
— ANI (@ANI) December 13, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકોમાંથી કોંગ્રેસને ૯૯ સીટ મળી છે અને બહુમતીના આંકડાથી તેઓ ૨ સીટ જ દૂર છે. આં ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી દ્વારા પણ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરાઈ છે.
