Not Set/  દમણ: વિજકનેકશન કાપી નાખતાં ઝૂંપડાવાસીઓએ કર્યો હોબાળો

દમણ, સંઘ પ્રદેશ દમણમાં વિજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું. જેને લઇને રહીશોમાં રોષ ફાટી નિકળ્યો હતો. વિજ કનેકશન કાપી નખાતાં 40 જેટલા નાના-મોટા ઝૂંપડામાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, દમણ લાઈટ હાઉસ પાસેની સરકારી જમીન પર 40 જેટલા નાના મોટા ઝૂપડાઓમાં ગરિબ લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓને સરકારી જમીન […]

Top Stories Gujarat Others Videos

દમણ,

સંઘ પ્રદેશ દમણમાં વિજ કનેકશન કાપી નાખવામાં આવ્યું હતું. જેને લઇને રહીશોમાં રોષ ફાટી નિકળ્યો હતો. વિજ કનેકશન કાપી નખાતાં 40 જેટલા નાના-મોટા ઝૂંપડામાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, દમણ લાઈટ હાઉસ પાસેની સરકારી જમીન પર 40 જેટલા નાના મોટા ઝૂપડાઓમાં ગરિબ લોકો વસવાટ કરી રહ્યા છે. જેઓને સરકારી જમીન ખાલી કરવા એક વર્ષ અગાઉ પ્રશાસન દ્વારા નોટીસ ફટકારવામાં આવી હતી.

નોટિસનો સમય પૂર્ણ થયો હોવા છતાં આ ઝૂંપડાવાસીઓએ ઝૂંપડા ખાલી કર્યા ન હતા. જેને લઇને અધિકારીઓ દ્વારા વિજકનેકશન કાપી નાંખવામાં આવ્યું હતું અને સચિવાલયના મુખ્ય ગેટ પાસે પોતાનો રોષ ઠાલવ્યો હતો.આ દરમિયાન મામલતદારે રોષે ભરાયેલા લોકોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.