Not Set/ કેશોદ:નર્મદા કેનાલના પાણીને લઇને ખેડૂતોએ કર્યો ઉગ્ર વિરોધ, પિયતનું પાણી નહી મળે તો આંદોલનની ચીમકી

કેશોદ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય, માણેકવાડા, મઘરવાડા સહીતના પાંચ ગામોના ખેડૂતોએ સિંચાઇ અધિકારીઓ સામે વિરોધ કર્યો. મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા હતા. પિયત માટે પાણી ન મળતા સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. આગામી સમયમાં તેઓની માંગ નહી સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. ખેડૂતોએ જણાવ્યુ હતુ કે પિયતના પાણી માટે તેઓએ રૂપિયા ભર્યા હતા પરંતુ […]

Gujarat Others Trending Videos

કેશોદ,

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય, માણેકવાડા, મઘરવાડા સહીતના પાંચ ગામોના ખેડૂતોએ સિંચાઇ અધિકારીઓ સામે વિરોધ કર્યો. મોટા પ્રમાણમાં ખેડૂતો એકઠા થયા હતા.

પિયત માટે પાણી ન મળતા સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો. આગામી સમયમાં તેઓની માંગ નહી સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી.

ખેડૂતોએ જણાવ્યુ હતુ કે પિયતના પાણી માટે તેઓએ રૂપિયા ભર્યા હતા પરંતુ હજુ સુધી તેમને પાણી આપવામાં આવ્યુ નથી. પાણી નહી મળતા ઉગ્ર વિરોધ કર્યો.