પોર્ટ બ્લેયર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે અંદમાન નિકોબારના પોર્ટ બ્લેયરના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી પોર્ટ બ્લેયરમાં એક ૧૫૦ ફૂટ ઉંચો તિરંગો લહેરાવશે અને સાથે સાથે સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની યાદમાં એક ૭૫ રૂપિયાનો સિક્કો જાહેર કરશે.

જો કે આ જાહેર કરવામાં આવનારા ૭૫ રૂપિયાના સિક્કાનું એક અલગ મહત્વ છે. હકીકતમાં આજથી ૭૫ વર્ષ પહેલા એટલે કે વર્ષ ૧૯૪૩માં પોર્ટ બ્લેયરમાં ઈતિહાસ રચાયો હતો અને ત્યાં પહેલીવાર ભારતીય જમીન પર નેતાજી સુભાષચંદ્ર બોઝે ઝંડો ફરકાવ્યો હતો.
On this day in the year 1943, #Netaji Subhash Chandra Bose hoisted Tri-Colour Flag for the first time in #PortBlair.
Today is 75th anniversary of the historic moment. pic.twitter.com/VumYm96qhQ
— All India Radio News (@airnewsalerts) December 30, 2018
પોર્ટ બ્લેયરમાં ફરકાવવામાં આવેલા આ ઝંડાને ૭૫ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે પીએમ મોદી આ ૭૫ રૂપિયાનો સિક્કો જાહેર કરી રહ્યા છે.
૭૫ રૂપિયાનો આ સિક્કો ભારતીય ચલનમાં ઉપયોગમાં લેવાશે નહિ પરંતુ તે એક સ્મારક સિક્કા તરીકે ઓળખાશે. જેને કોમેમોરેટીવ કોઈન કહેવાય છે. આ સિક્કો ભારતીય રિઝર્વ બેંક પાસેથી પ્રાપ્ત કરી શકાય છે.
