Not Set/ કર્ણાટક : સુગર મીલમાં બોઈલર ફાટતા ૬ લોકોન મોત, ૫ ઘાયલ

બેંગલુરુ, કર્ણાટકના બગલકોટમાં આવેલી એક સુગર મીલમાં બોઈલર ફાટવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. બાગલકોટના મુઘોલ સ્થિત એક ખાંડની મીલમાં થયેલી આ ઘટનામાં અત્યારસુધીમાં ૬ લોકોના મોત થયા છે અને ૫ લોકો ઘાયલ થયા છે. જો કે હજી આ આંકડો આગળ વધવાની આશંકા છે. Karnataka: 6 people died and 5 critically injured in a […]

Top Stories India Trending

બેંગલુરુ,

કર્ણાટકના બગલકોટમાં આવેલી એક સુગર મીલમાં બોઈલર ફાટવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. બાગલકોટના મુઘોલ સ્થિત એક ખાંડની મીલમાં થયેલી આ ઘટનામાં અત્યારસુધીમાં ૬ લોકોના મોત થયા છે અને ૫ લોકો ઘાયલ થયા છે. જો કે હજી આ આંકડો આગળ વધવાની આશંકા છે.

મળતી માહિતી મુજબ, મુઘોલ સ્થિત નિરાની સુગર્સ લિમિટેડ નામની એક મીલમાં એક બોઈલર ફાટ્યું હતું. જો કે બ્લાસ્ટનો ધમાકો એટલો તેજ હતો કે એક ત્રણ માળની બિલ્ડીંગ પણ ધરાશાયી થઇ ગઈ છે.

આ સુગર મીલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મુરુગેશ નિરાની અને તેઓના ભાઈની બતાવવામાં આવી રહી છે. આ મીલમાં અંદાજે  ૧૦૦૦ લોકો કામ કરે છે અને આ ઘટના બની ત્યારે એ જગ્યા પર જ એક ડજન જેટલા વ્યક્તિઓ ત્યાં હાજર હતા.

જો કે આ ઘટના બાદ ફાયરબ્રિગેડ અને રાહત બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે.