Not Set/ રાજસ્થાન : આજે સીએમ અને ડેપ્યુટી સીએમ લેશે શપથ, વાંચો સચિન પાયલોટે શું કહ્યું

સોમવારે ત્રણેય રાજ્યોમાં શપથવિધિ યોજાવાની છે જેની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી જયપુર, ભોપાલ અને રાયપુરમાં શપથ લેવાના છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ૨૫ પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. Rajasthan: Congress leaders and workers gather at Albert Hall, Jaipur. Ashok Gehlot […]

Top Stories India Trending Politics

સોમવારે ત્રણેય રાજ્યોમાં શપથવિધિ યોજાવાની છે જેની તડામાર તૈયારીઓ ચાલુ થઇ ગઈ છે. ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી જયપુર, ભોપાલ અને રાયપુરમાં શપથ લેવાના છે. આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે.કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં શપથ ગ્રહણ કાર્યક્રમ માટે ૨૫ પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે.

રાજસ્થાનમાં સીએમ તરીકે અશોક ગહેલોત અને ડેપ્યુટી સીએમ તરીકે સચિન પાયલોટ આજે જયપુર ખાતે શપથ લેવાના છે.

જયપુરમાં આલ્બર્ટ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકર અને નેતાની ચહલપહલ વહેલી સવારથી જ જોવા મળી હતી.

ટૂંક જ સમયમાં ડેપ્યુટી સીએમ તરીકે સચિન પાયલોટ શપથ લેવાના છે. પાયલોટે પોતાના ડેપ્યુટી સીએમ બનવા અંગે કહ્યું હતું કે રાજ્ય અને રાજ્યની પબ્લિક માટે એક નવી શરૂઆત થવા જઈ રહી છે. કેબીનેટ બની જશે તેવું તરત જ અમે લોકોને વાયદા કરેલા કામ પર લાગી જશું. અમે તેમની અપેક્ષાઓ પૂરી કરવા માટે કામ કરીશું.

રાજસ્થાનના નવા મુખ્યમંત્રી એટલે કે અશોક ગેહલોતે પણ કહ્યું હતું કે એક વખત કેબીનેટ બની જાય પછી અમે જનતાના રસને ધ્યાનમાં રાખીને કામ કરીશું.ઘોષણાપત્ર અમારી મુખ્ય પ્રાધાન્યતા  રહેશે.