Not Set/ મધ્યપ્રદેશ : મુખ્યમંત્રી બનતા જ કમલનાથે ખેડૂતોની લોન કરી માફ

ભોપાલ, ભારતીય જનતા પાર્ટીના ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત કરીને કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે સોમવારે MPના મુખ્યમંત્રી તરીકે પાર્ટીના દિગ્ગજ નેતા કમલનાથે શપથ લીધા છે. Bhopal: Madhya Pradesh Chief Minister Kamal Nath signs on the files for farm loan waiver pic.twitter.com/NspxMA8Z6i — ANI (@ANI) December 17, 2018 આ સાથે […]

Top Stories India Trending

ભોપાલ,

ભારતીય જનતા પાર્ટીના ૧૫ વર્ષના એકચક્રી શાસનનો અંત કરીને કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, ત્યારે સોમવારે MPના મુખ્યમંત્રી તરીકે પાર્ટીના દિગ્ગજ નેતા કમલનાથે શપથ લીધા છે.

આ સાથે જ તેઓ મધ્યપ્રદેશના ૧૮માં મુખ્યમંત્રી બની ગયા છે. જો કે કમલનાથે CMની ખુરશી સંભાળતા જ તેઓએ કરેલા પોતાના વાયદા મુજબ ખેડૂતોની લોનમાફી કરીને વચન નિભાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પ્રચાર અને પ્રસાર દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોની લોનમાફી સહિતના મુદ્દાઓ લઈને જ ભાજપને ઘેર્યું હતું અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો તેઓ માત્ર ૧૦ જ દિવસમાં ખેડૂતોની લોન માફ કરશે.

મધ્યપ્રદેશના આગામી કેપ્ટન કમલનાથના ખેડૂતોની લોનમાફીના ફોર્મુલા પર જોવામાં આવે તો, આ ફોર્મુલા હેઠળ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો રાજ્યના ૪૦ લાખ ખેડૂતોને મળશે.