Not Set/ મુંબઈનું જીણા હાઉસ બનશે હવે વિદેશ મંત્રાલયની માલિકીનું : સુષ્મા સ્વરાજ

પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદઅલી જીણાનું મુંબઈનું દરિયા સામેનું વિશાળ ઘર હવે ઇન્ટરનેશનલ પ્રતિનિધિ મંડળોની મીટીંગ માટે કામ આવશે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે આ જાણકારી મલબાર હિલનાં ભાજપનાં MLA મંગલ પ્રભાત લોઢાને લખેલાં એક પત્રમાં આપી છે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ બાબતે વિદેશ મંત્રાલયને આદેશ આપી દેવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ MLAને લખેલા લેટરમાં કહ્યું છે કે, […]

Top Stories India

પાકિસ્તાનનાં સંસ્થાપક મોહમ્મદઅલી જીણાનું મુંબઈનું દરિયા સામેનું વિશાળ ઘર હવે ઇન્ટરનેશનલ પ્રતિનિધિ મંડળોની મીટીંગ માટે કામ આવશે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે આ જાણકારી મલબાર હિલનાં ભાજપનાં MLA મંગલ પ્રભાત લોઢાને લખેલાં એક પત્રમાં આપી છે.

MEA is Getting Jinnah House Transferred in Its Name, Says Sushma Swaraj

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ બાબતે વિદેશ મંત્રાલયને આદેશ આપી દેવામાં આવ્યા છે. વિદેશમંત્રીએ MLAને લખેલા લેટરમાં કહ્યું છે કે, ‘ વિદેશ મંત્રાલય દ્વારા જીણા હાઉસનો માલિકી હક લેવાની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લાં 7 વર્ષથી MLA લોઢા આ વિષે સરકાર પાસેથી સતત માંગ કરી રહ્યાં હતા. એમણે વિધાનસભામાં પણ આ માંગ ઘણીવાર ઉઠાવી હતી.’

લેટર મુજબ, નવી દિલ્લીમાં આવેલાં હૈદરાબાદ હાઉસમાં જે સુવિધાઓ છે એવી જ રીતે જીણા હાઉસને પણ વિકસિત કરીને નવું સ્વરૂપ આપવાની અને એની ફરીથી રચના કરવાનો આદેશ PMO થી એમને મળ્યો છે. આ સાથે જ જીણા હાઉસને વિદેશ મંત્રાલયને સોપવાની મંજુરી પણ PMO દ્વારા આપી દેવામાં આવી છે.

આ બાબતે MLA લોઢાએ કહ્યું કે , ‘સરકારે જીણા હાઉસને ઇન્ટરનેશનલ કલ્ચરલ સેન્ટર બનાવવા માટે નિર્ણય લીધો છે. હું અને બીજા ઘણાં લોકો 10 વર્ષથી આની માંગ કરી રહ્યાં હતા. હું મોદીજી અને સુષ્માજી નો આભારી છું.’