Not Set/ લેધર અસલી છે કે નકલી ? આ રીતે ઓળખી કાઢો

અમદાવાદ, શિયાળામાં લેધરના જેકેટ્સ ઇન થિંગ ગણાય છે.ઓરિજિનલ લેધર જેકેટ તમારી સ્ટાઇલમાં પણ વધારો કરે છે. ફૉર્મલ મીટિંગ હોય અથવા તો દોસ્તો સાથે બહાર જવાનું હોય, લેધર જેકેટ દરેક અવસરમાં તમને સાથ આપશે. જો કે લેધરનું જેકેટ હોય અથવા લેધરની કોઇ પણ વસ્તુ હોય તેની પરખ હોવી જરુરી છે કે તે ઓરીજીનલ છે કે નહીં. – […]

Lifestyle

અમદાવાદ,

શિયાળામાં લેધરના જેકેટ્સ ઇન થિંગ ગણાય છે.ઓરિજિનલ લેધર જેકેટ તમારી સ્ટાઇલમાં પણ વધારો કરે છે. ફૉર્મલ મીટિંગ હોય અથવા તો દોસ્તો સાથે બહાર જવાનું હોય, લેધર જેકેટ દરેક અવસરમાં તમને સાથ આપશે. જો કે લેધરનું જેકેટ હોય અથવા લેધરની કોઇ પણ વસ્તુ હોય તેની પરખ હોવી જરુરી છે કે તે ઓરીજીનલ છે કે નહીં.

Related image

– અસલ લેધર આપણી ત્વચા જેવું હોય છે તેમાં શરીરની જેમ જ કાણાં હોય છે. અસલી લેધર નકલી લેધરની સરખામણીમાં ઘણું મુલાયમ હોય છે પરંતુ આખી સપાટી મુલાયમ નથી હોતુ થોડું ખરબચડું પણ હોય છે.

– અસલી ચામડું લાંબા સમય સુધી ખરાબ થતું નથી અને તે 10 વર્ષથી વધારે સમય સુધી ટકી શકે છે.

-ચામડાને દબાવીને અથવા ખેંચીને ચેક કરવાથી તે અસલી છે કે નકલી તેમ સરળતાથી પારખી શકાય છે. જો ચામડું અસલી હોય તો તેમાં કરચલી અને ખેંચાણ જોવા મળશે અને જો ચામડું નકલી હશે તો તેમાં કોઇ ફરક જોવા મળશે નહીં.

-જ્યારે તમે લેધરનું પર્સ, જૂતા, જેકેટ કે કોઈપણ વસ્તુ ખરીદો છો ત્યારે તેની સિલાઈ જુઓ અને તેનો પાછળનો ભાગ જુઓ. અસલી લેધરનો પાછળનો ભાગ એકદમ ખરબચડો હોય છે અને તેમાં રેસા પણ હોય છે.

-ચામડાનું જેકેટ કે ચામડાની કોઇ વસ્તુ ખરીદતા પહેલા તેને સ્પર્શ કરીને યોગ્ય રીતે ચેક કરી લો. જેકેટની સામગ્રીમાં થોડી-ઘણી ખરાબી અસલી ચામડાની ઓળખ છે. અસલી ચામડાથી પ્લાસ્ટિક અથવા કેમિકલની ગંધ આવતી નથી, જ્યારે નકલી લેધર જેકેટમાંથી એવી ગંધ આવે છે.

– જ્યારે પણ તમે લેધર ખરીદો છો તો તેમાં પિન નાંખીને જુઓ, જો તે અસલ હશે તો કપાશે નહીં અને પિનનું નિશાન પણ થોડી વારમાં જતું રહેશે. જ્યારે નકલી લેધર હશે તો તેમાં કાંણુ પણ પડશે અને નિશાન પણ રહેશે જ.

-અસલી લેધરમાં વધારે ફિનીશીંગ નથી હોતી તે થોડું ડલ હોય છે.

-જો અસલી લેધરને તમે બાળવાનો પ્રયત્ન કરશો તો તે બળશે નહીં, પરંતુ જો તમે એને વધારે સમય બાળવાનો પ્રયત્ન કરશો તો તેમાંથી અજીબ ગંધ આવશે.