Lifestyle/ શિયાળામાં શરદી-ખાંસી દૂર કરશે આ ટેસ્ટી-હૅલ્ધી વેજીટેબલ સૂપ…જાણો ફટાફટ રેસિપી..!

Vegetable Soup…એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એવો આ સૂપ પીવાથી શરદી-ખાંસી સામે લડવાની શક્તિ મળે છે. શિયાળાની ઠંડીમાં આ હૅલ્ધી રેસિપીને…

Trending Food Health & Fitness Lifestyle
Vegetable Soup, વેજીટેબલ સૂપ, હૅલ્ધી, શિયાળા, શરદી-ખાંસી

Lifestyle: ઠંડીની ઋતુ (Winter Season) બરાબર જામી છે પરંતુ સમસ્યા એ છે કે, આ ઠંડી મોસમમાં નાકમાં શરદી પણ જામી જાય છે! જો તમને વારંવાર શરદી-ખાંસી (Cold-Cough) થઇ જતા હોય તો તમારે દવાઓ ખાધા કરવાથી વધુ ડાયેટ (Diet) પર વધુ ધ્યાન આપવું જોઇએ. શિયાળામાં વિવિધ પ્રકારની શાકભાજીનો ઉપયોગ કરીને અનેક જાતના સૂપ બનાવવામાં આવે છે. વેજીટેબલ સૂપ (Vegetable Soup) શિયાળાની ઘણી જ હૅલ્ધી  રેસિપી છે. જો તમે આ હૅલ્ધી વેજીટેબલ સૂપ (Healthy Vegetable Soup Recipe)ને તમારા આહારમાં સામેલ કરશો તો તમારું સ્વાસ્થ્ય (Health) ઉત્તમ રહેશે એમાં શંકાને કોઇ સ્થાન નથી!

Vegetable Soup, વેજીટેબલ સૂપ, હૅલ્ધી, શિયાળા, શરદી-ખાંસી

વેજીટેબલ સૂપ (Vegetable Soup) આ હૅલ્ધી રેસિપી થી શિયાળામાં શરદી-ખાંસી દૂર રહેશે

શિયાળાની ઋતુમાં તમે તમારા રોજીંદા ડાયટમાં સૂપને સામેલ કરીને એનર્જેટિક રહી શકો છો. એના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ઋતુકીય બીમારીઓ જેવી કે શરદી-ઉધરસ વગેરે સામે રક્ષણ મળે છે.

શિયાળો લગભગ મોટા ભાગના લોકોની પ્રિય ઋતુ હોય છે કારણ કે એમાં જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને નવી ઊર્જા (Energy), હૂંફ અને પોષણ મેળવવા માટે ભાત-ભાતની વાનગીઓ અને વ્યંજનો તમામ લોકોના ઘરમાં બનતા જોવા મળે છે. ઠંડીની સિઝનમાં ગરમાગરમ ભજીયા, સૂપ, કઢી, રોટલા, રીંગણનો ઓળો….વગેરે ડીશોની જ્યાફત ઉડાવવાનો આનંદ જ કંઇ ઓર હોય છે! પરંતુ, આ તમામ વાનગીઓમાં સૂપ એ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસિપી (Nutritious Recipe) ગણાય છે અને એને બનાવવાનું પણ આસાન છે. જુદા-જુદા પ્રકારના સૂપ પીવાથી આપણા શરીરની ઇમ્યૂનિટી (Immunity) મજબૂત બને છે અને આ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એવા સૂપ પીવાથી વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનો (Infections) સામે લડવાની શક્તિ મળે છે. અહિં અમે તમને ખાસ સૂપ (Vegetable Soup) વિશે જણાવીશું…જેને તમે તમારા રોજીંદા આહારમાં સામેલ કરી શકો છો.

સૂપ શિયાળામાં આપણને ગરમાવો પ્રદાન કરે છે

શિયાળામાં ગરમાગરમ સૂપ અત્યંત સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ સાથોસાથ આપણને હૅલ્ધી બનાવી રાખવામાં પણ મદદરુપ છે. શાકભાજીથી ભરપૂર વેજીટેબલ સૂપ (Vegetable Soup)ના સેવનથી આપણને તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ પ્રાપ્ત થાય છે. આનાથી ફાયદો એ છે કે તમે નાની-મોટી બીમારીઓથી પોતાનું રક્ષણ કરી શકશો! તો ચાલો હવે જોઇશું વેજીટેબલ સૂપ (Vegetable Soup) બનાવવાની સામગ્રી અને વિધિ અંગે…

શી રીતે બનાવશો વેજીટેબલ સૂપ?

વેજીટેબલ સૂપ (Vegetable Soup) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Vegetable Soup, વેજીટેબલ સૂપ, હૅલ્ધી, શિયાળા, શરદી-ખાંસી

સામગ્રી

ગાજર 2 નંગ

વટાણા 1/2 કપ

ફણસી 1/2 કપ

કોબીજ 1/2 કપ

લીલા મરચા 3 નંગ

લીલી ડુંગળી 1/2 કપ

લસણ 4 કળી

આદુ 1/2 ઈંચ

કાળા મરીનો પાવડર 1 ચપટી

લાલ મરચું 1/2 ચમચી

મકાઇના દાણા 1/2 કપ

ઉકાળેલા મશરુમ કે બાફેલું બટાટું

સ્વાદાનુસાર મીઠું

કોર્નસ્ટાર્ચ 1 ચમચી

તેલ કે બટર આવશ્યકતા અનુસાર

પાણી આવશ્યકતા અનુસાર

Vegetable Soup, વેજીટેબલ સૂપ, હૅલ્ધી, શિયાળા, શરદી-ખાંસી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ઉપર દર્શાવેલી તમામ સામગ્રી તૈયાર રાખો. આ માટે તમામ શાકભાજીને સારી રીતે ધોઇને પછી સમારી લો.

2. લસણ તથા આદુ (Garlic & Ginger)ને પણ બારીક સમારી લો અને પછી એક પૅનમાં તેલ કે બટર (Butter) ગરમ કરવા મૂકો જ્યારે એ ગરમ થઇ જાય ત્યારે ઉમેરીને સાંતળો. લીલી ડુંગળી પણ ઉમેરી દો પછીઅને ધીમા તાપે સારી રીતે લગભગ 5 મિનિટ સુધી સાંતળી લો.

3. ત્યાર બાદ, સમારેલી તમામ શાકભાજી ઉમેરી દો અને મહેક આવે ત્યાં સુધી પકાવી લો. જ્યારે એ હળવી રંધાઇ જાય ત્યારે એમાં પાણી ઉમેરો.

4. હવે ગૅસ ફાસ્ટ કરીને એને ઉકાળો અને પછી એક ચમચી કોર્નસ્ટાર્ચ (Cornstarch)ને 3-4 ચમચી પાણીમાં ઓગાળીને ઉમેરો અને ધીમા તાપે 15 મિનિટ થવા દો. આનાથી સૂપમાં બાઇન્ડિંગ આવી જશે.

5. જ્યારે સૂપ ઘટ્ટ થવા લાગે ત્યારે એમાં ઉકાળેલા મશરુમ ઉમેરી દો. જો મશરુમ ન હોય તો બાફેલું બટાટું (Mashroom or Boiled Potato) પણ સમારીને ઉમેરી શકો છો.

6. હવે તમામ મસાલા અને મીઠું ઉમેરી દો અને અડધી મિનિટ પછી ગૅસ બંધ કરી દો. 1-2 મિનિટ ઢાંકીને રાખો અને પછી સમારેલી કોથમીર ભભરાવીને એક સુંદર સર્વિંગ બાઉલમાં સર્વ કરો.

તો તૈયાર છે તમારો ટેસ્ટી અને હૅલ્ધી વેજીટેબલ સૂપ…જે તમારા સ્વાસ્થ્ય માટે અવશ્ય ગુણકારી નીવડશે એમાં કોઇ શંકાને સ્થાન નથી!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાગરમ…5 ઇમ્યૂનિટી વર્ધક એનર્જેટિક હૅલ્ધી સૂપ..!

આ પણ વાંચો: સવારના નાસ્તામાં રાગીના લોટથી રોગપ્રતિકારક શક્તિ વધારનાર સૂપ બનાવો, પેટની ચરબી પણ ઘટશે, જાણો રેસિપી

આ પણ વાંચો: આમળા કેન્ડીનો મુખવાસ, છે ઇમ્યૂનિટી વર્ધક…ઘરે બનાવવાની અત્યંત સરળ રેસિપી…