Not Set/ તો શું સાચેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ૬૬ વર્ષની ઉંમરે બીજી વખત કરશે લગ્ન ?

ઘણા લોકો કહેતા હોય છે કે પ્રેમ કરવાની ઉંમર નથી હોતી તેવી જ રીતે લગ્ન કરવાની પણ કોઈ ઉંમર નથી હોતી. ૬૬ વર્ષની ઉંમરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લગ્ન કરવા માટે થનગની રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પુતિને પોતાનાન લગ્ન વિશેની હિંટ આપી  હતી. પરંતુ તેઓ કોની સાથે લગ્ન કરશે તે […]

Top Stories World Trending

ઘણા લોકો કહેતા હોય છે કે પ્રેમ કરવાની ઉંમર નથી હોતી તેવી જ રીતે લગ્ન કરવાની પણ કોઈ ઉંમર નથી હોતી. ૬૬ વર્ષની ઉંમરે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લગ્ન કરવા માટે થનગની રહ્યા છે તેવું લાગી રહ્યું છે.

ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં પુતિને પોતાનાન લગ્ન વિશેની હિંટ આપી  હતી. પરંતુ તેઓ કોની સાથે લગ્ન કરશે તે જણાવ્યું નહતું. રશિયાના પ્રથમ મહિલા કોણ બનશે તે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે તેવું લાગી રહ્યું છે.

વાર્ષિક પર્સ કોન્ફરન્સમાં પુતિને હસતા-હસતા કહ્યું હતું કે એક સારા માણસ તરીકે મારે આ પોઈન્ટ પર એક દિવસ હું કઈક કરીશ.

વર્ષ ૧૯૮૩માં પુતિને લ્યુડમિલા સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમનું લગ્નજીવન લાંબો સમય ચાલ્યું નહતું. ૩૦ વર્ષના લગ્નગાળા બાદ તેઓ છુટા પડ્યા હતા. છૂટાછેડા બાદ તેમનું નામ ઓલિમ્પિક વિનર અલીના કબીવા સાથે જોડાયું હતું.

તેમને બે દીકરીઓ છે જેમનું નામ કેટરીના અને મારિયા છે. આ બંને દીકરો ક્યારેય રાજનીતિમાં શામેલ નથી થઇ અને લાઈમ લાઈટથી ઘણા દૂર રહે છે.