નવી દિલ્હી: જો તમે TV રિચાર્જના નવાં નિયમોને લઈને પરેશાન છો તમારા માટે આ સમાચાર રાહત આપનારા છે. હકીકતમાં દૂરસંચાર નિયામક ટ્રાઈએ ગ્રાહકોને નવી નિયામક વ્યવસ્થાના અંતર્ગત ચેનલ પસંદ કરવા માટે એક મહિનો અથવા 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. આ અગાઉ ટ્રાઈના નવાં નિયમો 29 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવનાર હતા. પરંતુ પ્રસારકો અને ડાયરેક્ટ ટુ હોમ (DTH) ઓપરેટરોની અપીલ પછી એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
ટ્રાઈના સચિવ એસ. કે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ‘અમે ગુરુવારે પ્રસારકો અને DTH ઓપરેટરો અને એમએસઓ (મલ્ટી સિસ્ટમ ઓપરેટરોની સાથે એક બેઠક યોજી હતી. દરેકે આ નવાં નિયમોને લાગુ કરવા માટે પોતાની તત્પરતાની પુષ્ટિ કરી હતી. જો કે, તેમણે અનુરોધ કર્યો હતો કે, ગ્રાહકોને થોડો વધુ સમય આપવામાં આવે જેથી તેઓ સુગમ રીતે અને વિક્ષેપ મુક્ત સેવાઓના વિકલ્પોની પસંદગી કરી શકે.’
શું છે નવાં નિયમ?
હકીકતમાં, અત્યાર સુધી એવું થઈ રહ્યું હતું કે, તમારે એક ૨૫૦ રૂપિયાથી ૩૦૦ રૂપિયા સુધીનો એક માસિક પ્લાન રિચાર્જ કરાવવો પડતો હતો અને તેમાં તમારી પસંદગીની અને ના પસંદ હોય તેવી કેટલીય ચેનલ મળતી હતી. આ ઉપરાંત તમારી કેટલીક એવી પણ પસંદગીની ચેનલ હતી કે કે જેને જોવા માટે તમારે વધારાની કિંમત ચૂકવવી પડતી હતી. પરંતુ ટ્રાઈના નવાં નિયમ પછી યુજર્સ (ગ્રાહકો) ઉપર કોઈ પણ ચેનલને થોપી શકાશે નહિ. એટલે કે યુજર્સે તે જ ચેનલની માટે ચૂકવણી કરવાની રહેશે કે જેને તે જોવા માંગે છે. આ નવી વ્યવસ્થાના આવ્યા પછી દરેક ચેનલ અલગ અલગ અથવા તો કોઈ એક બુકે (ગુચ્છા)માં ઉપલબ્ધ રહેશે. આની સાથે જ યુજર (ગ્રાહક)ને ટીવી સ્ક્રિન પર પ્રત્યેક ચેનલની કિંમત પણ દર્શાવવામાં આવશે.
ટેલિવિઝન સેવા વિક્ષેપિત નથી થાય
આ અગાઉ એવું કહેવામાં આવતું હતું કે, તમારી ટેલિવિઝન સેવા બંધ થઈ જશે, પરંતુ ટ્રાઈએ આ બાબતને ધરમૂળથી ફગાવી દીધી હતી. ગત દિવસોમાં ટ્રાઈએ જણાવ્યું હતું કે, પ્રસારણ અને કેબલ સેવાની માટે નવી નિયમાવલીની રૂપરેખાના કાર્યાન્વિત થવાના કારણે ટેલિવિઝન સેવા વિક્ષેપિત થશે નહિ. હવે ટ્રાઈએ 31 જાન્યુઆરી સુધ ગ્રાહકોને પોતાની પસંદગીની ચેનલો પસંદ કરવા માટેની તક આપી છે.
