સુરત,
આજે સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઈક પાર્ક કરવાની બાબતે બબાલ થઈ હતી, અલ્પેશ કથીરિયનું કહેવું છે કે, પોલીસ કર્મચારીએ લાફો માર્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા.
અલ્પેશના સમર્થકોએ પોલીસ સ્ટેશન બહાર જ ધરણા કરીનો સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. પોલીસે આક્ષેપ લગાવ્યો હતો કે અલ્પેશે PI અને PSIને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન ખાતે થયેલી બબાલ બાદ એસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા.
તો આ મામલે પોલીસ કમિશનરનું નિવેદન સામે આવ્યું હતું. અલ્પેશ કથીરિયા કેસ મામલે સતીષ શર્મા નિવેદન સામે આવ્યું હતું, અલ્પેશ સામે બે ગુના દાખલ કરાયા હતા. અલ્પેશે પોલીસકર્મીઓને ધમકી આપી પોલીસે આક્ષેપ લગાવ્યો હતો કે અલ્પેશે ટ્રાફિક પીઆઈ અને એક પીએસઆઈને ધમકી આપી હતી. અલ્પેશની ધરપકડની સાથે જ પાસના કાર્યકરોએ વરાછા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવ્યો હતો. કોઈને કોઈ કારણોસર અલ્પેશ ચર્ચામાં રહેવા માંગે છે.
ત્યારે આ વચ્ચે બપોરે અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારે સાંજે 5 વાગ્યા બાદ તેને જામીન મળ્યા હતા. 15 હજારના બોન્ડ પર તેને જામીન પર મુક્ત કરાયો હતો. કોર્ટમાં અલ્પેશે જ રજૂઆત કરી હતી. કોર્ટની બહાર પાસના કાર્યકર્તા તથા સમર્થકોની મોટી ભીડ જોતા તેને કોર્ટથી ડાયરેક્ટ વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યાંથી તેને મુક્ત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહનાં કેસમાં અલ્પેશ કથીરિયાની હાલમાં જ જેલમુકિત થઇ છે. જામીન મળ્યા બાદ અલ્પેશ ગુજરાતનાં વિવિધ શહેરોમાં ફરી અનામત આંદોલનને વધુ મજબુત બનાવી રહ્યો છે.
