Not Set/ ઓપરેશન ઓલઆઉટ : જમ્મુ-કાશ્મીરમાં એક વર્ષમાં સેનાએ ઠાર કર્યા ૩૧૧ આતંકી

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ ૧ વર્ષ દરમિયાન કુલ ૩૧૧ આતંકવાદીઓને ઠાર કરાયા છે. જોવામાં આવે તો, આ આંકડો છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. આ પહેલા ૨૦૧૦માં કુલ ૨૩૨ આતંકીઓને ઠાર કરાયા હતા. 15 Corps Commander Lt Gen Anil Kumar Bhatt to ANI: Complete synergy […]

Top Stories India Trending

નવી દિલ્હી,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આતંકીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટ હેઠળ ૧ વર્ષ દરમિયાન કુલ ૩૧૧ આતંકવાદીઓને ઠાર કરાયા છે.

જોવામાં આવે તો, આ આંકડો છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. આ પહેલા ૨૦૧૦માં કુલ ૨૩૨ આતંકીઓને ઠાર કરાયા હતા.

ભારતીય સેનાની ૧૫ કોર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ અનિલ કુમારે આ જાણકારી આપી હતી. તેઓએ સુરક્ષાબળો વચ્ચેન શાનદાર તાલમેલ અને ઓપરેશન માટે આપવામાં આવેલી આઝાદીને તેનો શ્રેય આપ્યો હતો.

ગૃહ મંત્રાલયના આંકડાઓના જણાવ્યા મુજબ, વર્ષ ૨૦૧૮માં જમ્મુ અને કાશ્મીર ઘાટીમાં આતંકી ગતિવિધિઓમાં ગત વર્ષ કરતા વધારો થયો છે.

આ વર્ષે સામે આવી ૪૨૯ આતંકી ઘટનાઓ

national-jammu-kashmir-operation all out-indian army-311-terrorist-neutralized-year-2018

વર્ષ ૨૦૧૭માં જ્યાં ૩૪૨ જેટલી આતંકી ઘટનાઓ થઇ હતી, જયારે આ વર્ષમાં ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ૪૨૯ ઘટનાઓ બની છે. જેમાં ૮૦ જવાન શહીદ થયા છે. જયારે આ ઘટનાઓ દરમિયાન ૨૦૧૮માં ૭૭ સ્થાનિક નાગરિકો માર્યા ગયા છે, જો કે ૨૦૧૭માં આ આંકડો ૪૦ હતી.

૨૦૧૮ના પ્રથમ સપ્તાહ સુધી ૨૨૩ આતંકીઓ ઠાર કરાયા હતા, જેમાં ૯૩ આતંકીઓ વિદેશી હતા. પરંતુ ત્યારબાદના ૩ અઠવાડિયામાં કુલ ૮૮ આતંકીઓને મારવામાં આવ્યા છે.

બીજી બાજુ ૧૫ સપ્ટેમ્બરના રોજ કરાયેલા સ્થાનિક ચૂંટણીના એલાન બાદ આગળના ૮૦ દિવસોમાં ૮૧ આતંકી માર્યા ગયા છે.

આ સમયે પણ ઘાટીમાં સક્રિય છે ૨૫૦-૩૦૦ આતંકી

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઘાટીમાં હિજબુલ મુજાહિદ્દીન અને પાકિસ્તાની આતંકી સંગઠન દ્વારા સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવી રહી છે. આ જોતા વર્તમાન સમયમાં અંદાજે ૨૫૦ થી ૩૦૦ આતંકીઓ સક્રિય હોવાનું અનુમાન છે.