ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરમાં ગૌ હત્યા મામલે થયેલી હિંસામાં ૩ ડીસેમ્બરના રોજ ઇન્સ્પેકટર સુબોધકુમાર સિંહ અને એક સ્થાનિક યુવકનું મૃત્યુ થયું હતું.
સુબોધકુમાર પર ગોળી ચલાવનાર આરોપી પ્રશાંતની ધરપકડ કર્યા બાદ તેમના પર કુહાડીથી હુમલો કરનાર આરોપીને શોધવામાં પોલીસને સફળતા મળી છે.
#BulandshahrViolence case: An accused who allegedly attacked Inspector Subodh Kumar with an axe, has been arrested by the police. An axe was recovered from his possession. He will be produced before the court today. pic.twitter.com/vLso8gRoIb
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2019
કુહાડીથી હુમલો કરનાર આરોપીની ઓળખાણ કલુઆ તરીકે થઇ છે. સોમવારે રાત્રે ૧૦ :૩૦ વાગ્યે કલુઆને પોલીસે પકડી પાડ્યો હતો. એસએસપી પ્રભાકર ચૌધરીના જણાવ્યા પ્રમાણે ઇન્સ્પેકટર સુબોધ કુમાર પર કુહાડીથી હુમલો કરનાર કલુઆની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે.
કલુઆ પાસેથી તેણે જે કુહાડીથી હુમલો કર્યો હતો તે પણ મળી આવી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે તેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે.
ગુરુવારે બપોરે ઇન્સ્પેકટર સુબોધકુમાર પર ગોળી ચલાવનાર આરોપીને પોલીસે બુલંદ શહેર-નોઇડાની બોર્ડર પરથી દબોચી લીધો હતો. આરોપીની ઓળખાણ પ્રશાંત નાથ તરીકે થઇ છે. દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવરની નોકરી કરનાર પ્રશાંતે ઇન્સ્પેકટર સુબોધકુમાર પણ ગોળી ચલાવી હતી. પ્રશાંતે પોતાનો ગુનો કબુલ્યો હતો.
