Not Set/ સુરત:1,11,857 રેશનિંગ કાર્ડ ધારકોને સરકારી અનાજ આપવાનું ભવિષ્યમાં રોકી શકે એમ છે!જાણો કેમ

સુરત, સુરત શહેર અને જિલ્લાના 1,11,857 રેશનિંગ કાર્ડ ધારકોને સરકારી અનાજ આપવાનું બંધ આગામી દિવસોમાં બંધ થાય એમ છે. જિલ્લા પુરવઠા વિભાગ વારંવારની સૂચના છતા આધાર કાર્ડનું રેશનકાર્ડ સાથે લિંકઅપ નહીં કરાવનારા આ કાર્ડ ધારકોનું અનાજ ભવિષ્યમાં રોકી શકે એમ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પુરવઠા વિભાગ આ કાર્યવાહી કરશે. 95 ટકા કાર્ડધારકોએ જ્યારે જિલ્લાના […]

Top Stories Gujarat Surat

સુરત,

સુરત શહેર અને જિલ્લાના 1,11,857 રેશનિંગ કાર્ડ ધારકોને સરકારી અનાજ આપવાનું બંધ આગામી દિવસોમાં બંધ થાય એમ છે. જિલ્લા પુરવઠા વિભાગ વારંવારની સૂચના છતા આધાર કાર્ડનું રેશનકાર્ડ સાથે લિંકઅપ નહીં કરાવનારા આ કાર્ડ ધારકોનું અનાજ ભવિષ્યમાં રોકી શકે એમ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પુરવઠા વિભાગ આ કાર્યવાહી કરશે.

95 ટકા કાર્ડધારકોએ જ્યારે જિલ્લાના 85 ટકા જ કાર્ડધારકો આધારલિંક કરાવ્યું છે. 

જિલ્લા પુરવઠા અધિકારી આહીરના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણાં સમયથી રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 9700 રેશનકાર્ડ ધારકો, કામરેજના 15000, ચોર્યાસીના 6700, બારડોલીના 13000, મહુવાના 9600, માંગરોળના 11400, માંડવીના 7571  અને ઉમરપાડાના 8600 મળી કુલ 81,571 રેશનકાર્ડ ધારકોએ હજી આધારલિંક કરાવ્યા નથી.

જ્યારે સુરત શહેરના અમરોલી ઝોનના 3352 રેશનકાર્ડ ધારકો, ઉધના ઝોનના 6150, કતારગામ ઝોનના 4203, ચોક ઝોનના 1831, નાનપુરા ઝોનના 3412, મજૂરા ઝોનના 3089, રાંદેર ઝોનના 1295, લિંબાયત ઝોનનના 4000, વરાછા ઝોનના 2950 મળી કુલ 30286 રેશનકાર્ડ ધારકોએ આધાર લિંક કરાવ્યું નથી. સુરત શહેર-જિલ્લાની કુલ 1021 જેટલી દુકાનોમાં કુલ 14,16,308 રેશનકાર્ડ ધારકો છે. જે પૈકી સુરત સિટીના 95 ટકા કાર્ડધારકોએ જ્યારે જિલ્લાના 85 ટકા જ કાર્ડધારકો આધારલિંક કરાવ્યું છે.

મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

જિલ્લા પુરવઠા અધિકારી આહીરે ‘મંતવ્ય ન્યૂઝ’ને કહ્યું હતું કે, ખાસ કરીને જિલ્લાના રેશનકાર્ડધારકોમાં નિરસતા જોવા મળી રહી છે. અમારો આગ્રહ છે કે ઝડપથી તેઓ આધારકાર્ડ લિંક કરાવી લે તાકી તેઓ અનાજથી વંચિત ન રહી જાય.

આ સાથે ડીએસઓએ કહ્યું હતું કે,જો કોઈ અનાજ ન લેતું હોય તો તેઓ પણ આધારકાર્ડ લિંક કરાવી લીધા બાદ એક અરજી પુરવઠા વિભાગને કરે કે તેઓ અનાજ લેવા માંગતા નથી જેથી તેમના કાર્ડ તો ચાલુ રહેશે પણ તેને નોન એન.એફ.એસ.એમાં નાંખી દેવાશે. અગર જો તેઓ ભવિષ્યમાં લાયકાત ધરાવતા હશે તો ફરીથી તેમને અરજી કરવા પર અનાજ આપી શકાશે.

ભૂતકાળમાં સાંસદો, ધારાસભ્યોના રેશનકાર્ડ પર અનાજ લેવાઈ જતું હતું :—

જિલ્લા પુરવઠા અધિકારીએ અનાજ ન લેનારાઓ માટે નોન  એન.એફ.એસ.એમાં  તબદીલ કરાવવાની અપીલ એટલા માટે કરી છે કે પાછલા વર્ષમાં શહેરના સાંસદો, ધારાસભ્યો, નગર સેવકો તથા કરોડપતિઓના રેશનકાર્ડ પર પણ બોગસ બારકોડેડના આધારે અનાજ લઈ ઈશ્યુ કરી દેવામાં આવતું હતું અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય જાંગીડ અને રાજ મહાજનની જાગૃતિને કારણે આખું કૌભાંડ બહાર આવ્યું હતું.

જેમાં સાતથી વધુ દુકાનદારો સામે પોલીસ ફરિયાદ કરી તેમની ધરપકડ કરાઈ હતી અને સિસ્ટમ વધુ સટીક બનાવાઈ હતી. પરિણામે ફરી આવું ન થાય તે માટે અરજી કરી અનાજ બંધ કરાવવા ડીએસઓએ અપીલ કરી છે.