મુંબઇ,
‘સિમ્બા’ રિલીઝ અને હિટ થતા જ રણવીર સિંહ તેની આગામી ફિલ્મના પ્રમોશનની તૈયારીમાં લાગી ગયા છે. રણવીર સિંહની આગામી ફિલ્મ માટે દર્શકોને વધુ રાહ જોવી નહીં પડશે. ‘પદ્માવત’ સ્ટાર ખૂબ જ ટૂંક સમયમાં જ તેની આગામી ફિલ્મ ‘ગલી બોય’ ને લઇને દર્શકોની સામે આવે છે. રણવીર સિંહએ નવા વર્ષના આગમન સાથે તેની આગામી ફિલ્મ ‘ગલી બોય’ નું પ્રથમ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ સાથે જ રણવીર સિંહે તેના ફેન્સને નવા વર્ષની ભેટ પણ આપી છે.
https://twitter.com/RanveerOfficial/status/1080049021748633600
વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે ફિલ્મ…
રણવીર સિંહની આ ફીઈલ્મ 14 મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે રિલીઝ થવાની છે. એવું લાગે છે કે આ ફિલ્મ રોમેન્ટિક જોનરની હશે. આ પોસ્ટરને શેર કરતી વખતે રણવીર સિંહે કહ્યું કે ‘આપણો ટાઈમ આવશે.’ ફિલ્મમાં રણવીર સિંહની કો-સ્ટાર છે આલિયા ભટ્ટ. આલિયા પણ આ વર્ષે ‘રાઝી’ જેવી સુપરહિટ ફિલ્મ સાથે દર્શકોનું હૃદય જીત્યું છે. આવામાં તેમની જોડી જોવા માટે દર્શકોમાં ખૂબ ક્રેઝ છે.
આપને જણાવી દઈએ કે રણવીર સિંહની આ ફિલ્મને દિગ્દર્શિત જોયા અખ્તર દ્રારા કરવામાં આવ્યું છે, જ્યારે ફિલ્મના પ્રોડ્યુસર છે રિતેશ સિદ્દવાની, જોયા અખ્તર અને ફરહાન અખ્તર. રણવીર સિંહ માટે વર્ષ 2018 શ્રેષ્ઠ રહ્યું. વર્ષની શરૂઆત જ તેમના માટે એક ધમાકેદાર રહ્યું અને તેમની ફિલ્મ ‘પદ્માવત’ માં તેમની અદભૂત એક્ટિંગથી તેમને દર્શકોનું હૃદય જીતી લીધું. જ્યારે વર્ષના અંતમાં તાજેતરમાં રિલીઝ થયેલ તેમની ફિલ્મ ;સિમ્બા’ને તેમના ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે. એવું લાગે છે કે વર્ષ 2019 માં પણ રણવીર સિંહનો જલવો આવો જ રહેશે.
